Surat માં તહેવારો પૂર્વે જ મીઠાઇઓના ભાવમાં વધારો નોંધાયો
તહેવારો પહેલા જ દૂધ, સુકામેવા સહિતના ભાવમાં વધારો થતાં તેની અસર હવે મીઠાઈના ભાવમાં પણ જોવા મળી રહી છે. અલુણા ગૌરી વ્રત બાદ હવે રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે.
તહેવારો મીઠાઈ વગર અધૂરા છે. પરંતુ તહેવારો પહેલા જ દૂધ, સુકામેવા સહિતના ભાવમાં વધારો થતાં તેની અસર હવે મીઠાઈના ભાવમાં પણ જોવા મળી રહી છે. અલુણા ગૌરી વ્રત બાદ હવે રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. પરંતુ મીઠાઈ બજારમાં હજુ જોઈએ તેવી ઘરાકી નથી. મોંઘવારીના સમયમાં મોંઘી થતી મીઠાઈઓ ખરીદતા લોકો ખચકાઈ રહ્યા છે.
સુરતના મીઠાઈ વિક્રેતાનું કહેવું છે , કે આ વખતે રક્ષાબંધનને લઈને અમે ઘણી વેરાયટીવાળી મીઠાઈઓ બજારમાં લાવ્યા છે. લોકોના સ્વાદ પ્રમાણે અમારે દર વર્ષે મીઠાઈમાં નવીનતા લાવવી પડે છે. કોરોનાના કારણે બે વર્ષથી અમારો ધંધો સારો નહોતો ચાલ્યો પણ આ વર્ષે અમને થોડી આશા છે, વિક્રેતા કહે છે , કે અમારી પાસે એડવાન્સમાં પણ ઓર્ડર આવતા હોય છે પણ ચાલુ વર્ષે હજી કોઈ ખરીદી શરૂ થઇ નથી. તેમ છતા આવનારા દિવસોમાં ઘરાકી વધશે તેવી આશા છે.
આ પણ વાંચો : Health Tips: શું કામના ભારણથી તમે પણ ઓછી ઊંઘ લો છો? તો આ નુકશાન થઈ શકે છે
આ પણ વાંચો : IND vs ENG: ઈંગ્લેન્ડના આ દિગ્ગજે કટાક્ષ કરતા કહ્યું ‘હાલમાં ભારત સામે ફક્ત બે ખેલાડીઓ જ રમી રહ્યા છે’