SURAT : કાપડ ઉદ્યોગના આંદોલન પાછળ રાજકીય પક્ષોનો હાથ, GST યથાવત્ રાખવા કેન્દ્રને પત્ર લખાશે : પાટીલ

|

Dec 29, 2021 | 6:54 PM

મંગળવાર સાંજ પછી વેપારીઓના અલગ-અલગ ગૃપોમાં અને માર્કેટોમાં બંધની ચર્ચાઓ જોરમાં ચાલી હતી. જોકે, મોડી સાંજે વેપારીઓની સંસ્થાએ તા.૧લીથી અમલમાં આવી રહેલાં જીએસટીના વધારાના દરની મુદ્દે તા.30મીએ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી,

SURAT :  કાપડ ઉદ્યોગના આંદોલન પાછળ રાજકીય પક્ષોનો હાથ, GST યથાવત્ રાખવા કેન્દ્રને પત્ર લખાશે : પાટીલ
વીવિંગ ગ્રોથ ફોર ટેક્સટાઇલ કાર્યક્રમમાં સી.આર.પાટીલનું નિવેદન

Follow us on

SURAT :  જીએસટીના (GST) દરમાં ફેરફાર તા.૧લીથી અમલમાં આવી રહ્યો છે અને આ મુદ્દે તા.૩૦મીના રોજ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયું છે. પરંતુ આ સાથે સુરતની તમામ માર્કેટ ગુરૂવારના રોજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.ત્યારે આ બાબતે ગુજરાત સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે અને આજે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી GST ન વધે અને ફેર વિચારણા કરવામાં આવે તે માટે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવશે. સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કહ્યું કે કેટલાક લોકો આંદોલન કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે. જેની પાછળ કેટલાક પક્ષ પણ હોઈ શકે છે.

સુરત આ વખતે બંધમાં સામેલ થઇ રહ્યું હોવાની ચર્ચાઓ જોરમાં છે. વેપારીઓની સંસ્થાએ અલગ-અલગ માર્કેટ એસોસિયેશનને ફોન કરીને તા.30મીના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા તથા સહયોગ આપવાની વિનંતી શરૂ કરી દીધી છે. વેપારી વર્ગમાં વિરોધ પ્રદર્શનને લઇને ચર્ચાઓ ખૂબ જોરશોરથી ચાલી રહી છે. ખેડૂત કાયદાઓના વિરોધમાં આંદોલન કરનારા ખેડૂતોની માંગ સરકારે સ્વીકારી લીધી છે, તેમ વેપારીઓની વાત પણ સ્વીકારવી પડશે, એવી વાતો પણ વેપારીઓમાં શરૂ થઈ ગઈ છે. ખેડૂતોએ તો એક વર્ષ સુધી આંદોલન ચલાવ્યું હતું. વેપારીઓ આ માટે પોતાના કામકાજ કેટલાં દિવસ બંધ રાખશે તેવું પણ પૂછવામાં આવી રહ્યું છે.

મંગળવાર સાંજ પછી વેપારીઓના અલગ-અલગ ગૃપોમાં અને માર્કેટોમાં બંધની ચર્ચાઓ જોરમાં ચાલી હતી. જોકે, મોડી સાંજે વેપારીઓની સંસ્થાએ તા.૧લીથી અમલમાં આવી રહેલાં જીએસટીના વધારાના દરની મુદ્દે તા.30મીએ માર્કેટ બંધ રાખવાની જાહેરાત કરી, તેના સંદેશા ખૂબ જ ઝડપભેર ફરતાં થયાં હતાં. દરમિયાન આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે ગુજરાત રાજયના મુખ્યમંત્રી કેન્દ્રમાં પત્ર લખી જીએસટી પર ફેર વિચારણા કરવા માટે માંગ કરવામાં આવશે.સાથે આ આંદોલન પાછળ કેટલાક પક્ષ પણ હોઈ શકે છે તેવું કહ્યું છે એટલે કે કટાક્ષમાં કહ્યું કે સુરતમાં જે આંદોલન કરવાની જાહેરાત કરી તેની પાછળ કોઈ રાજકીય પક્ષ હોઈ શકે પણ ખરેખર વેપારીઓમાં રોષ તો જોવા મળી રહ્યો છે. જેથી આ આંદોલન મોટું ન થયા તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસ કહેવામાં આવી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

આ પણ વાંચો : SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

આ પણ વાંચો : Surat : મહિલા ટ્રાફિક પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરતા વ્યકિત વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરાઇ

Published On - 1:45 pm, Wed, 29 December 21

Next Article