AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પોલીસ કર્મચારી ACB ની ટ્રેપમાં સપડાતા લાંચની રકમ લઇ ભાગી ગયો

સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના કર્મચારીએ રેતી ભરેલી ટ્રકને ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને જાણ ન કરવા અને છોડી દેવા માટે રૂપિયા  બે લાખ માંગ્યા હતા. જો કે ઉતરાણ પોલીસ સ્ટેશનના કર્મચારીની તોડ કરવાનું ભારે પડ્યું છે. ફરિયાદી દ્વારા એન્ટીકરપ્શન બ્યુરો ને જાણ કરાતા છટકુ ગોઠવીને કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેનને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો.  જો કે  એસીબીના કર્મચારી ને જોઈ પોતે રૂપિયા દોઢ લાખ ગાડીમાં  લઈને ફરાર થઈ ગયો છે

Surat : પોલીસ કર્મચારી ACB ની ટ્રેપમાં સપડાતા લાંચની રકમ લઇ ભાગી ગયો
Surat Police Constable Acb Trap
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 15, 2022 | 8:16 PM
Share

સુરતના ઉતરાણ પોલીસ સ્ટેશનના કર્મચારીએ રેતી ભરેલી ટ્રકને ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને જાણ ન કરવા અને છોડી દેવા માટે રૂપિયા  બે લાખ માંગ્યા હતા. જો કે ઉતરાણ પોલીસ સ્ટેશનના કર્મચારીની તોડ કરવાનું ભારે પડ્યું છે. કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેને રેતીથી ભરેલી ટ્રકને ઝડપી હતી તેને છોડવા માટે રૂપિયા 1.5  લાખમાં સમજૂતી થઈ હતી. જો કે ત્યાર બાદ ફરિયાદી દ્વારા 1.5 લાખ આપવાનું કહેતા બાદમાં એસીબીને જાણ કરી છટકું ગોઠવ્યું હતું.

ટ્રક છોડી દેવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરી હતી

આ ઘટનાની વિગત મુજબ, ઉત્તરાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રૂપિયા લઈ ફરાર થયો ઉતરાણ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ દ્વારા રેતી ભરેલી ટ્રેક્ટરને ઝડપી પાડી હતી. ટ્રેક્ટર ઝડપી લીધા બાદ તેણે જેની ટ્રેક્ટર પકડી હતી તે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં રૂબરૂ બોલાવીને રૂપિયાની માંગણી કરી હતી. કોન્સ્ટેબલ રઈશે રેતી ભરેલી ટ્રક અંગે ખાન ખનીજ વિભાગને માહિતી ન આપી ટ્રક છોડી દેવા માટે ફરિયાદી પાસેથી રૂપિયા બે લાખની માંગણી કરી હતી. આખરે કોન્સ્ટેબલે ફરિયાદી સાથે સમાધાન કરીને રૂપિયા દોઢ લાખમાં વાત માની હતી. ટ્રક છોડી દીધા બાદ કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂપિયાની માંગ નક્કી કર્યા મુજબ માંગવાનું શરૂ કર્યું હતું.

રઈશ ગુલામ હુસેન આજ પ્રકારની કામગીરી વારંવાર કરતો રહે છે

ફરિયાદી દ્વારા એન્ટીકરપ્શન બ્યુરો ને જાણ કરાતા છટકુ ગોઠવીને કોન્સ્ટેબલ રઈશ ગુલામ હુસેનને ઝડપવાનો પ્રયાસ કર્યો હતો.  જો કે  એસીબીના કર્મચારી ને જોઈ પોતે રૂપિયા દોઢ લાખ ગાડીમાં  લઈને ફરાર થઈ ગયો છે. બાદના સુરત એસીબી ના કર્મચારીને પકડવા માટે પ્રયાસ કર્યો પણ તે પહેલા ભાગી ગયો અને લાંચની રિકવર કરેલી રકમ લઈને કોન્સ્ટેબલ ભાગી જતા એસીબીએ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રઈશ ગુલામ હુસેન આજ પ્રકારની કામગીરી વારંવાર કરતો રહે છે અને રૂપિયાની ઉઘરાણીઓ કોઈના પણ ખોફ વગર કરે છે.

ઉતરાણ પોલીસ સ્ટેશન દિવાળી પહેલા ગુજરાતના ગૃહ મંત્રી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું આ કોન્સ્ટેબલ સામે અંદરો અંદર પણ પોલીસ માં રોષ હતો કેટલાક સ્થાનિક લોકો પણ પરેશાન હતો કે આ વિસ્તારમાં તેની મનમાની ચલાવતો હતો.પણ સુરત ACB વિભાગ દ્વારા આવનારા દિવસોમાં તેની સામે ગાળીઓ કસવી જરૂરી રહેશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">