Surat : લોકોને દૂધ સરળતાથી મળી રહે તે માટે પોલીસે કરી ઉમદા કામગીરી, કર્યું હતું આવું પ્લાનિંગ

|

Sep 21, 2022 | 10:41 PM

સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુમુલ ડેરીમાં એક મિટીંગ મળી હતી. જેમાં એવું નક્કી કરાયું હતું કે, સુમુલ ડેરી દ્વારા 140 વાહનોથી સુરત શહેરમાં બપોરે ફરી એકવાર દૂધનું વિતરણ કરવામાં આવશે.

Surat : લોકોને દૂધ સરળતાથી મળી રહે તે માટે પોલીસે કરી ઉમદા કામગીરી, કર્યું હતું આવું પ્લાનિંગ
Symbolic Image

Follow us on

સુરત (Surat) માલધારીઓની હડતાળના પગલે રાજ્યભરમાં દૂધની(Milk Crisis)અછત ઉભી થઈ હતી.અને ત્યાં સુરતમાં સુમુલ ડેરીના  (Sumul Dairy) દૂધના ટ્રક અને ટેમ્પોને દુકાનો સુધી પહોંચવા નહીં દેવામાં આવ્યા હોય કેટલાંક ઠેકાણે સવારે દૂધની અછત સર્જાઈ હતી. ઘણા પાર્લરો પર દૂધ ખરીદવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી. લોકોની ડિમાન્ડને પહોંચી વળવા માટે તંત્રની મદદથી આખો દિવસ દૂધનો સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય સુમુલ ડેરી દ્વારા લેવામાં આવ્યો છે.તેમાં સૌથી વધારે સુરત પોલીસના(Police) અધિકારીઓ આખી રાત જાગતી રહી હતી અને લોકોને સેવામાં હાજર રહી હતી.

શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીસીઆર વાન  સુમુલ ડેરીમાં  પહોંચી ગઈ

મંગળવાર રાત્રે સુરત શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુમુલ ડેરીમાં એક મિટીંગ મળી હતી. જેમાં એવું નક્કી કરાયું હતું કે, સુમુલ ડેરી દ્વારા 140 વાહનોથી સુરત શહેરમાં બપોરે ફરી એકવાર દૂધનું વિતરણ કરવામાં આવશે. શહેરના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીસીઆર વાન  સુમુલ ડેરીમાં  પહોંચી ગઈ હતી. પ્રત્યેક દૂધની ગાડીની આગળ એક એક પીસીઆર વાન દોડાવીને શહેરના ખૂણે ખૂણે બપોર બાદ દૂધની ડિલીવરી શરૂ કરવામાં આવી હતી. બપોરે 4 વાગ્યા સુધીમાં શહેરના મોટા ભાગના પાર્લરો પર પોલીસ પ્રોટેક્શન સાથે દૂધની ડિલીવરી કરવામાં આવી હતી.સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર દ્વારા સુરત શહેરના મોટાભાગના વિસ્તારોમાં અન્ય અધિકારીઓ કર્મચારીઓ સાથે સાયકલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ હતું.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

સુરત પોલીસ કમિશ્નરે સુમુલ ડેરી મેનેજમેન્ટને ખાત્રી આપી હતી

જેમાં મંગળવાર રાત્રે સુરત પોલીસ કમિશ્નર સાઇકલ સાથે સુરત શહેરને દુધ સપ્લાય કરતી સુમુલ ડેરી ખાતે સુરત શહેરના અન્ય અધિકારીઓના કાકલા સાથે પહોંચેલ અને સુમુલ ડેરીના ઉચ્ચ હોદ્દેદારો સાથે મિટીંગ યોજી હતી. સુરત પોલીસ કમિશ્નરે સુમુલ ડેરી મેનેજમેન્ટને ખાત્રી આપી હતી કે સુરત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષીત રીતે તમામ દુધ વેચાણ કેન્દ્રો ઉપર દુધ સમયસર અને પુરતા પ્રમાણમાં પહોંચાડવા માટે તમામ મદદ કરવાની અને સુરક્ષા પુરી પાડવાની જવાબદારી સુરત પોલીસની છે અને પોલીસ સુમુલ ડેરી તંત્રને દરેક સંભવ મદદ કરવા માટે તૈયાર છે.

Published On - 10:40 pm, Wed, 21 September 22

Next Article