Surat : નાઈટ કર્ફ્યુમાં પાર્ટી મુદ્દે પીઆઇ સલૈયા સલવાયા, પોલીસ કમિશનરે સસ્પેન્ડ કરી ગુનો નોંધ્યો

Surat : કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે. પ્રજા માટે કોરોના મહામારીમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ રાત્રી કર્ફયુ સહિતના લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે જો શરતચુકથી પણ નાઈટ કર્ફયુમાં (Night Curfew) બહાર નીકળીએતો પોલીસ પણ કોઈ વાત સમજવા માટે તૈયાર નથી.

Charmi Katira
| Edited By: | Updated on: May 28, 2021 | 3:28 PM

Surat : કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે. પ્રજા માટે કોરોના મહામારીમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ રાત્રી કર્ફયુ સહિતના લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે જો શરતચુકથી પણ નાઈટ કર્ફયુમાં (Night Curfew) બહાર નીકળીએતો પોલીસ પણ કોઈ વાત સમજવા માટે તૈયાર નથી. પરંતુ લાગે છે કે આ નિયમ ફક્ત પ્રજા માટે જ હોય.

સુરતમાં રાત્રી કર્ફયુ દરમિયાન એક પીઆઇનો વિદાય સમારોહનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સિંગણપોર વિસ્તારના કુમકુમ ફાર્મહાઉસમાં એ.પી.સલૈયાનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો. એ.પી.સલૈયાની ઇકો સેલમાં બદલી થતા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં આ પાર્ટીમાં પોલીસકર્મીઓ જોડાયા હતા. સોસિયલ ડીસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનો ભંગ થયો હતો. કરફ્યુ બાદ પણ વિદાય સમારંભ ચાલુ હોય જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

વાયરલ વિડીયો થયા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સુરત પોલીસ કમિશ્નર અજય તોમરએ પીઆઇ એ.પી.સલૈયા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી અને પીઆઇને સસ્પેન્ડ કર્યા છે.

એપેડમિક એકટ અંતર્ગત નોંધાયેલા ગુના મામલે પીઆઇ એ.પી.સલૈયાને પોલીસ કમિશનર કચેરી બોલાવવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર અજય તોમરે એડિશનલ સીપી પ્રવીણ મલને આ વીડિયોની તપાસ સોંપી હતી. નોંધનીય વાત એ છે કે પીઆઇ એ.પી.સલૈયા અગાઉ પણ વિવાદમાં આવી ચુકયા છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">