સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી

ઝેરી કેમિકલને કારણે બનેલી દુર્ઘટનાને પગલે શનિવારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જોકે શનિવારે મોડી સાંજે પોલીસ કમિશનર અજય તોમરે સચિન GIDC પોલીસ મથકના PI જે.પી.જાડેજા અને સચિન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ધાંધલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા.

સુરત : કેમિકલ ગેસ લિકેજ કેસમાં GIDCના PI અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 14 પોલીસ કર્મીઓની બદલી
Surat: PI and constable suspended in chemical gas leak case, 14 police personnel transferred (File)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jan 09, 2022 | 12:39 PM

SURATના સચિન જી.આઈ.ડી.સી.ના રોડ નંબર ત્રણ પર ઝેરી કેમિકલ  (Toxic chemical)ઠાલવવાની ઘટનામાં છ કામદારોના મોત નિપજ્યા હતા. અને 23 જણાને ઝેરી કેમિકલની અસર થઇ હતી. જોકે આ પ્રકરણની ગંભીરતાથી નોંધ લઈને સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સચિન GIDC પી.આઈ. જે.પી.જાડેજા અને (Sachin Police Station) સચિન પોલીસ મથકના કોન્સ્ટેબલ વિક્રમ ધાંધલને સસ્પેન્ડ કરી દીધા હતા. બીજી બાજુ પોલીસ કમિશનર દ્વાર સચિન જી.આઈ.ડી.સી.પોલીસ મથકના 14 કર્મચારીઓને ટ્રાફિક અને હેડ ક્વાર્ટર્સમાં બદલી કરી દીધી હતી. ઉપરાંત ગાંધીનગર ખાતેથી સુરત GPCBના નોડલ અધિકારી પરાગ દવેને પણ સસ્પેન્ડ કરી દીધા છે.

સુરતમાં બે દિવસ અગાઉ સચિન (Sachin) જી.આઈ.ડી.સી.ના રોડ નંબર 3 પર વિશ્વા પ્રેમ મિલ પાસે વહેલી સવારના ચાર વાગ્યાના સુમારે ટેન્કરમાંથી ઝેરી કેમિકલ ખાડીમાં ઠાલવવા જતા તેની અસરથી વિશ્વા પ્રેમ મિલનાં છ કામદારોના મોત થયા હતા. જે મામલો આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો હતો. અને તમામ રાજકીય લોકો આ મામલાને રાજકીય રંગ લગાવવા માટે પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા આખી તાત્કાલિક તપાસ સુરત ક્રાઇમ બ્રાન્સને સોંપવામાં આવી હતી. ત્યાં આ કેસમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા ગઈકાલે ચાર જણાની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઝેરી કેમિકલને કારણે બનેલી દુર્ઘટનાને પગલે શનિવારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. જોકે શનિવારે મોડી સાંજે પોલીસ કમિશનર અજય તોમરે સચિન જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ.જે.પી.જાડેજા અને સચિન પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમ ધાંધલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. જયારે સચિન જી.આઈ.ડી.સી.પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના 14 પોલીસ કર્મચારીઓ જેમાં એક મહિલા કોન્સ્ટેબલ પણ છે, તેમાંથી મોટાભાગનાની ટ્રાફિક અને પોલીસ મુખ્ય મથક ખાતે બદલી કરી દેવામાં આવી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

સાથે આ ગંભીર ઘટનામાં પી.આઈ.જે.પી.જાડેજાની ગંભીર બેદરકારી ગણીને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે સચિન પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિક્રમ ધાંધલને સચિન જી.આઈ.ડી.સી.પોલીસમાં દખલગીરી કરવાની હોતી નથી. તેમ છતાં તે ગઈકાલે પકડાયેલા આરોપી પ્રેમસાગર ગુપ્તા જે બાબા મહેન્દ્રનાથ રોડ લાઈન્સનો માલિક છે અને તેની કેમિકલને ઠાલવવામાં મુખ્ય ભૂમિકા હતી. તેની સાથે સતત ફોન પર વાત કરી હતી. જોકે વિક્રમ ધાંધલની પણ આ કેસમાં સંડોવણી હોવાનું પ્રાથમિક તબક્કે જણાતા તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હાલમાં આ મામલે પણ ઉચ્ચ અધિકારીઓ સામે પણ તપાસ કરવામાં આવી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો : Dwarka: જેટકો કંપનીની વીજ લાઈનનો ખેડૂતો દ્વારા વિરોધ, ઉભા પાકને નુકસાન થતા વળતર આપવા ખેડૂતોની માગ

આ પણ વાંચો : માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -2 ડિગ્રી પહોંચ્યો, જનજીવન પર અસર

g clip-path="url(#clip0_868_265)">