Surat : કોરોનાની દશા આવી રીતે જ થશે દૂર : ભક્તોએ દશામાનું ઘર આંગણે ઇકોફ્રેન્ડલી રીતે કર્યું વિસર્જન
ચાલુ વર્ષે ધાર્મિક પ્રતિમાઓના તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ હતો. જેથી ભક્તોએ દશામાની પ્રતિમાઓને ઘરઆંગણે જ વિર્સજિત કરી હતી.
અષાઢ વદ અમાસના દિવસથી દશામાનુ વ્રત કરનાર બહેનો એ દસ દિવસ સુધી માતાજીની ઉપાસના કર્યા બાદ મંગળવારના રોજ રાત્રે જાગરણ કરીને ઘર આંગણે જ દશામાની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આ દસ દિવસ દરમ્યાન બહેનોએ ઘરે-ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરી પૂજા અર્ચના કરી હતી. દર વર્ષે વ્રતના છેલ્લા દિવસે દશામાની મૂર્તિનું મનપા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવ કે દરિયામાં વિસર્જન કરવામાં આવે છે. પરંતુ કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને આ વર્ષે કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા નથી.
ચાલુ વર્ષે પણ તમામ ઓવારાઓ પર પતરાની આડશ મૂકી દીધી હતી. નદીમાં કોઇ વિસર્જન કરી શકે નહીં તે માટે શ્રદ્ધાળુને ઘર આંગણે જ વિસર્જન કર્યું હતું. છેલ્લાં બે વર્ષથી તાપી નદી અને તળાવોમાં વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. બીજી તરફ ચાલુ વર્ષે કોરોનાની સ્થિતિને કારણે પાલિકાને આ વર્ષે કૃત્રિમ તળાવ પણ બનાવ્યા નથી.
આવી સ્થિતિ વચ્ચે સુરતમાં દોઢ લાખથી વધુ દશામાની પ્રતિમાઓની સ્થાપના થઈ હતી. નદી અને તળાવ માં મૂર્તિ પર વિસર્જન પર પ્રતિબંધ મુકાયો હતો. અને પાલિકાએ કુત્રિમ તળાવ બનાવ્યા ન હતા. જેથી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં મૂંઝવણ પણ જોવા મળી હતી.જોકે વ્રતધારી બહેનો એક દશામાની પ્રતિમાઓનું ઘર આંગણે જ વિસર્જન કરવાની નોબત પડી હતી.
દર વર્ષે દશામાના પર્વનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. અને એજ હર્ષોલ્લાસ સાથે દશામાની પ્રતિમાઓનું વિસર્જન પણ કરવામાં આવે છે. પરંતુ જો આ વર્ષે પાલિકા કૃત્રિમ તળાવ બનાવતે તો વિસર્જન પ્રક્રિયામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થવાથી કોરોના સંક્ર્મણ વધવાની ભીતિ વધારે હતી. જેથી પાલિકાએ આ વર્ષે પણ ગત વર્ષની જેમ લોકોને સાદાઈથી અને કોરોનાની ગાઈડલાઇનનું ધ્યાન રાખીને માતાજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરી હતી. આ જ પ્રમાણે સુરત મનપાના અલગ અલગ ઝોનમાં ગણપતિ પ્રતિમાઓ માટે પણ સરખી સૂચના આપવામાં આવી છે.
જેથી આ વર્ષે ગણપતિ વિસર્જન પણ ભક્તોએ ઇકો ફ્રેન્ડલી રીતે ઘર આંગણે જ કરવાનું રહેશે. લોકોએ દશામાની પ્રતિમાનું ઘર આંગણે જ વિસર્જન કર્યું હતું. જોકે હવે દર વર્ષે આ ટ્રેન્ડ બની જતા જળસ્રોતોના પ્રદૂષણનો પ્રશ્ન પણ હલ થઇ ગયો છે.
આ પણ વાંચો :