AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ

બુધવારે સ્ટેન્ડિંગ કમિટીએ (Standing Committee) શહેરના કોમ્યુનિટી હોલમાં (Community Hall) આયોજિત લગ્નોત્સવમાં આવનારા લોકો માટે રહેવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે સમગ્ર શહેરમાં કોમ્યુનિટી હોલમાં 20-25 વધારાના રૂમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Surat : લગ્ન સીઝનમાં આવકનો વધુ એક સ્ત્રોત ઊભો કરવા SMCનો પ્લાન, શહેરના કોમ્યુનિટી હોલમાં બનાવશે વધારાના રુમ
SMC is planning to build additional rooms in community hall
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 16, 2022 | 2:28 PM

સુરત (Surat) શહેરના મોટાભાગના કોમ્યુનિટી હોલ પ્રાઇમ લોકેશન પર બાંધવામાં આવ્યા છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોને ઓછી કિંમતે સુવિધાયુક્ત હોલ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકાએ (SMC) આયોજન કર્યુ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતના કોમ્યુનિટી હોલમાં (Community Hall ) વધારાના રુમ બનાવાશે. લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાને તેનાથી આવક પણ મળી રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના કોમ્યુનિટી હોલમાં લગ્નો અને સંબંધીઓ માટે વધારાના રૂમ બનાવવાની તૈયારી ચાલી રહી છે.

સુરત શહેરની વસ્તી 70 લાખની નજીક પહોંચી ગઈ છે, પરંતુ લગ્નમાં બહારગામથી આવતા લોકોના રહેવાની કોઈ આર્થિક વ્યવસ્થા નથી. જેને ધ્યાનમાં રાખીને બુધવારે સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના કોમ્યુનિટી હોલમાં આયોજિત લગ્નોત્સવમાં આવનારા લોકો માટે રહેવાની વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. સ્થાયી સમિતિના સભ્ય વ્રજેશ ઉનડકટે સમગ્ર શહેરમાં કોમ્યુનિટી હોલમાં 20-25 વધારાના રૂમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે આ માટે કોમ્યુનિટી હોલની સ્થિરતા તપાસવામાં આવશે. જ્યાં શક્ય હશે ત્યાં કોમ્યુનિટી હોલમાં વધારાના રૂમ બનાવવામાં આવશે.

ગલી બોયના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો
આઈબ્રોનો ગ્રોથ વધારવા માટે આ દેશી વસ્તુને એલોવેરામાં કરો મિક્સ
ઉનાળામાં દરરોજ ખાલી પેટે એલોવેરાનો રસ પીવાથી શું થાય છે?
ઘરમાં કૂતરું પાળવું શુભ કે અશુભ? કઈ વાતનો આપે છે સંકેત જાણો
IPL 2025ના સૌથી નાની ઉંમરના ખેલાડી વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જાણો
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો

સ્થાયી સમિતિમાં કાઉન્સિલર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, શહેરમાં એક પરિવારમાં લગ્નના કિસ્સામાં વરઘોડામાં આવનાર સગા-સંબંધીઓની સંખ્યા વધુ હોય છે. સૌથી મોટી સમસ્યા સંબંધીઓ અને જાનૈયાઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની છે. ખાસ કરીને મધ્યમ વર્ગ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોને વધુ તકલીફ પડે છે. ત્યારે શહેરના કોમ્યુનિટી હોલમાં લગ્નમાં આવેલા લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તો પાલિકાની આવક પણ વધશે.

આ આયોજનથી વર્ષમાં 50 થી 100 દિવસ માટે કોમ્યુનિટી હોલ બુક કરવાથી જ સુરત મહાનગરપાલિકાની આવક બમણી થઇ જશે. સુરત મહાનગર પાલિકાએ શહેરના તમામ કોમ્યુનિટી હોલ પ્રાઇમ લોકેશન પર બનાવ્યા છે. આ કોમ્યુનિટી હોલ વોર્ડ અથવા ઝોનની મધ્યમાં બનાવવામાં આવ્યા છે. લગ્નમાં આવનાર મહેમાનોની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે તો લોકોને સારી સુવિધા સાથેનો હોલ મળી શકશે. તેના કારણે કોમ્યુનિટી હોલનું બુકિંગ પણ ઝડપથી વધશે અને આવક પણ વધશે.

આ પણ વાંચોઃ Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચોઃ Hanuman Jayanti 2022 Live: PM મોદીએ ખોખરાધામમાં 108 ફુટની હનુમાનજીની પ્રતિમાનું લોકાર્પણ કર્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">