Surat : બ્રેઇનડેડ થયેલા એકાઉન્ટન્ટના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન
દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.
સુરત ખાતે રહેતા અને એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ (accountant )તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈ જયરામભાઇ રાણા ૨૧ ઓક્ટોબરના રોજ મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા ત્યારે પુણા કુંભારિયા ખાડી પુલ ઉપર મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી. તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ(brain) હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ દેવચંદભાઈને બ્રેનડેડ (brain dead )જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી દેવચંદભાઈના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.
ભાઠા ગામમાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવતા દેવચંદભાઈના પત્ની પ્રવિણાબેને જણાવ્યું કે અમે વારંવાર સમાચારો જોતા હોઈએ છીએ. આજે જયારે મારા પતિ બ્રેઈનડેડ છે, અને તેમનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. દેવચંદભાઈનો પુત્ર નિલય IILC ઇન્સ્ટીટયુટમાં BACT માં, પુત્રી રીશા નવયુગ કોલેજમાં T.Y B.COM માં અભ્યાસ કરે છે.
SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને જયારે બંને કિડની અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ને ફાળવવામાં આવી. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં અમદાવાદના રહેવાસી ૫૪ વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નહોતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકે સ્વીકાર્યું હતું.
કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરતથી અમદાવાદ સુધીના ૨૬૭ કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૮ કિડની, ૨૭ લિવર, ૧૦ હૃદય, ૧૬ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૪૬ ચક્ષુઓ સહીત કુલ ૧૪૮ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૩૭ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૮ કિડની, ૧૭૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૧૦ ચક્ષુઓ કુલ ૯૫૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૭૩ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
આ પણ વાંચો : Surat : દિવાળી આવતા જ ગિફ્ટ પેકેટના બજારમાં તેજી, લેધર અને જ્યૂટના બોક્સની ડિમાન્ડ વધી
આ પણ વાંચો : Surat : ગેરકાયદેસર નળ કનેક્શનને કાયદેસર કરાવવા સુરતીઓને કોઈ રસ નથી !