Surat : દિવાળી આવતા જ ગિફ્ટ પેકેટના બજારમાં તેજી, લેધર અને જ્યૂટના બોક્સની ડિમાન્ડ વધી

કોર્પોરેટ સેક્ટરમાં આ પ્રકારના ફેન્સી બોક્સની ડિમાન્ડ ઘણી વધુ હોય છે. જોકે છેલ્લા બે વર્ષથી લોકો ઇકોફ્રેન્ડલી બોક્સની ડિમાન્ડ વધુ કરતા હોય છે. જેમાં જ્યૂટના બોક્સની ડિમાન્ડ વધી છે. જ્યારે કોર્પોરેટ સેક્ટરમાં લેધર અને પાઈન વુડના બોક્સ વધુ જતા હોય છે.

Surat : દિવાળી આવતા જ ગિફ્ટ પેકેટના બજારમાં તેજી, લેધર અને જ્યૂટના બોક્સની ડિમાન્ડ વધી
Gift Box
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 2:37 PM

દિવાળીનું (Diwali) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. દિવાળીના તહેવાર દરમિયાન લોકો પોતાના સગા સંબંધીઓ અને વેપાર રોજગારમાં એકબીજાને મીઠાઈની સાથે સાથે ગીફ્ટ (Gift) ની આપ લે કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મીઠાઈની સાથે ગિફ્ટ આપવાનું ચલણ વધ્યું છે અને તેથી જ ગિફ્ટ પેકેજીંગ માટેના બોક્સના વેપારમાં દિવાળી દરમિયાન વધારો જોવા મળતો હોય છે. આ બોક્સની કિંમત 500 રૂપિયાથી લઈને 2500 સુધીની હોય છે અને અલગ અલગ વેરાયટી અને ફેન્સી બોક્સની હાલ ડિમાન્ડ વધી છે.

દિવાળી એક એવો તહેવાર છે જ્યાં દરેક સંબંધોમાં નવી ઉર્જા અને પ્રકાશ ફેલાવતો હોય છે. આ તહેવાર દરમિયાન લોકો એકબીજાને ભેટ સોગાદો અને મીઠાઈ આપતા હોય છે. તેમાં પણ ગિફ્ટ આપવાનું ચલણ જિલ્લા ત્રણ-ચાર વર્ષમાં ઘણું બધું છે ખાસ કરીને ફેન્સી બોક્સની અંદર ડ્રાયફ્રુટ, મીઠાઈ અને અન્ય ઈલેક્ટ્રીક વસ્તુઓ આપવામાં આવે છે. પરંતુ આવા ડિઝાઈનર અને ફેન્સી બોક્સની કિંમત ઘણી વધારે હોય છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પ્રકાર ના બોક્સ 500 રૂપિયાથી લઈને 2500 સુધીમાં મળે છે. દિવાળી દરમિયાન આવા બોક્સની ડિમાન્ડ ખૂબ વધી જતી હોય છે. વિવિધ પ્રકારના ફેન્સી બોક્સ બનાવનાર પલ્લવીબેને કહયુ કે, દિવાળી આવતાની સાથે જ લોકો ગિફ્ટ પેકિંગ માટેના બોક્સના ઓર્ડર આપતા હોય છે.

બોક્સમાં ખાસ કરીને તેનું ડિઝાઇનિંગ અને આઉટલુક ઘણો મહત્વનો છે. લોકો ખાસ કરીને ફેન્સી બોક્સ વધુ માંગતા હોય છે. તેમાં પણ કોર્પોરેટ સેક્ટરમાં આ પ્રકારના ફેન્સી બોક્સની ડિમાન્ડ ઘણી વધુ હોય છે. જોકે છેલ્લા બે વર્ષથી લોકો ઇકોફ્રેન્ડલી બોક્સની ડિમાન્ડ વધુ કરતા હોય છે. જેમાં જ્યૂટના બોક્સની ડિમાન્ડ વધી છે. જ્યારે કોર્પોરેટ સેક્ટરમાં લેધર અને પાઈન વુડના બોક્સ વધુ જતા હોય છે. આ બોક્સ 2500 સુધીમાં મળે છે.

બીજી તરફ વાત કરવામાં આવે તો હવે લોકો એવા ફેન્સી બોક્સની ડિમાન્ડ કરતાં હોય છે કે જે બોક્સ તેઓ રિયુઝ કરી શકે છે. ફેન્સી ડિઝાઇનર બોક્સનો ઉપયોગ લોકો ગિફ્ટ તરીકે તો કરે છે, પરંતુ ત્યારબાદ તેનો ઉપયોગ તેઓ ઘરમાં વિવિધ વસ્તુઓ મુકવા કે શો પીસ તરીકે પણ કરતા હોય છે. તેથી જ બજારમાં હાલ અવનવા ડિઝાઇનર બોક્સ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Surat: દિવાળીમાં ટેક્સટાઈલ મિલોના કામદારોને માત્ર 6 દિવસનું વેકેશન, જાણો કેમ ઘટાડ્યો વેકેશનનો સમય

આ પણ વાંચો : Surat: સ્પિચ આપતા આપતા ગૃહ રાજ્યમંત્રી થયા ભાવુક, કેમ આવ્યા હર્ષ સંઘવીની આંખોમાં હર્ષના આંસુ?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">