AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ગેરકાયદેસર નળ કનેક્શનને કાયદેસર કરાવવા સુરતીઓને કોઈ રસ નથી !

મનપાનું કહેવું છે કે આ પગલાં પછી પણ જો કોઈ ગેરકાયદેસર નળ કનેક્શન પકડાય છે હવે 5 હજાર રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવશે. સુરત મનપાના આ પગલાંથી પાલિકાની કચેરીમાં 18 કરોડ કરતા પણ વધુની રકમ જમા થશે.

Surat : ગેરકાયદેસર નળ કનેક્શનને કાયદેસર કરાવવા સુરતીઓને કોઈ રસ નથી !
Illegal Connections
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 2:44 PM
Share

સુરત મહાનગર પાલિકાએ ગેરકાયદે નળ જોડાણોને (illegal tap connection) કાયદેસર કરવા માટે નળથી જળ યોજના લાવી હતી. જોકે આ યોજનાને શહેરીજનો તરફથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. પાલિકાના આકારણીના ચોપડે નોંધાયેલા રેસિડેન્સીયનલ મિલ્કતના વેરાબિલમાં વોટરકોડ 4 દર્શાવતા ટેનામેંટનોની સંખ્યા પ્રમાણે 7,13,539 જેટલા નળ કનેક્શન ગેરકાયેદસર છે.

રાજ્ય સરકાર દ્વારા નળથી જળ યોજનાની મુદ્દત ત્રણ ત્રણ વખત લંબાવી હતી. જોકે તેમ છતાં હજી સુધી 7.13 લાખ ગેરકાયદે નળ જોડાણને કાયદેસર કરવા માટે ફક્ત 34, 086 અરજીઓ જ આવી છે. જેમાંથી 32,124 અરજીઓ મંજુર કરવાં આવી છે. જયારે જરૂરી પુરાવાના અભાવે 1735 અરજીઓ રદ્દ કરવામાં આવી છે અને 226 જેટલી અરજીઓ પર હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જે લોકોએ કોઈ પણ અરજી આપ્યા વગર ગેરકાયદેસર કનેક્શન લીધું છે અથવા તો કોઈ પ્લમ્બર દ્વારા આ ક્નેક્શનનું જોડાણ લીધું છે, તેને ગેરકાયદેસર માનવામાં આવશે. આવી રીતે શહેરમાં કુલ 7.13 લાખ નળ કનેક્શન છે જે ગેરકાયદેસર છે. જે લોકોના વેરા બિલમાં ફોર-4 લખેલું આવેલું છે તેમનું કનેક્શન ગેરકાયદેસર છે. જયારે જેમના વેરા બિલમાં ફોર-6 લખેલું છે તેમનું કનેક્શન કાયદેસર છે.

હવે 1100 રૂપિયા આપી કાયદેસર કનેક્શન કરી શકાશે  મનપાએ આ ઠરાવને મંજૂરી આપી છે. જેમાં હવે એવા લોકોને નોટિસ આપીને જાણકારી આપવામાં આવશે અને હવે તેઓ પોતાના વિસ્તારની ઝોન ઓફિસમાં 1500ની જગ્યાએ 1100 રૂપિયા ભરીને નળ કનેક્શન કાયદેસર કરી શકાશે. જો મનપાની આ તૈયારી છતાં પણ કોઈ કાયદેસર કનેક્શન નથી કરાવતું તો તેમની પાસેથી 5 હજાર રૂપિયા દંડ લેવામાં આવશે.

નોંધનીય છે કે નળથી જળ યોજનાની મુદ્દત પહેલા 31 ડિસેમ્બર 2020ના રોજ પૂર્ણ થઇ હતી, જે 31 માર્ચ 2021 સુધી લંબાવવામાં આવી હતી. તે પછી 15 ઓગસ્ટ 2021 સુધી એટલે વધુ 6 માસ એટલે કે 15 ફેબ્રુઆરી 2022 સુધી લંબાવવામાં આવી હતી. જેથી જે કોઈ પણ નળ જોડાણ કાયદેસર કરાવવા માંગતા હોય તો તે વ્યક્તિ જે તે ઝોનમાં અરજી કરી શકે છે.

ગેરકાયદેસર નળ ક્નેક્શનનને હવે 1100 રૂપિયા આપીને કાયદેસર કરવામાં આવશે. જેના માટે લોકોએ પોતાના ઝોન ઓફિસમાં જઈને ફોર્મ ભરીને આ નળ કનેક્શનને કાયદેસર કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. એક મહિના પહેલા પાણીના કનેક્શન માટે 1500 રૂપિયા લેવામાં આવતા હતા. મનપાનું કહેવું છે કે આ પગલાં પછી પણ જો કોઈ ગેરકાયદેસર નળ કનેક્શન પકડાય છે હવે 5 હજાર રૂપિયાનો દંડ ઉઘરાવવામાં આવશે. સુરત મનપાના આ પગલાંથી પાલિકાની કચેરીમાં 18 કરોડ કરતા પણ વધુની રકમ જમા થશે.

આ પણ વાંચો : સુરતમાં અનેક ડાયમંડ કંપનીઓને કારીગરોને દિવાળી બોનસ આપવા કલેકટરે તાકીદ કરી

આ પણ વાંચો : સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં 1600 વિધાર્થીઓ ઓનલાઇન ચોરી કરતાં પકડાયા

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">