Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ

કચેરીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , પૂરતી લાયકાત ન ધરાવતા શિક્ષકો અંગે માંગવામાં આવેલી ઓનલાઇન માહિતીમાં 40 શાળાના 135 શિક્ષકો લાયકાત ધરાવતા નથી એવું જણાયું છે .

Surat : શિક્ષણાધિકારીએ યાદી જાહેર કરતા શાળા વર્તુળમાં ખળભળાટ, 40 ખાનગી શાળાના લાયકાત વિહોણા 135 શિક્ષકોને દૂર કરવા આદેશ
Surat: Order to remove 135 unqualified 135 private school teachers
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 05, 2022 | 2:46 PM

સુરત સહિત રાજ્યભરની ખાનગી શાળાઓમાં (Private school) શિક્ષકોની (Teachers)લાયકાતને મુદ્દે સમયાંતરે ઉહાપોહ , ફરિયાદો સાંભળવા મળે છે . જેમાં હવે સુરતની 40 ખાનગી શાળાના 135 શિક્ષકો લાયકાત વિહોણા હોવાના મત સાથે સુરત જિલ્લા શિક્ષણાધિકારી (District Education Officer)કચેરીએ શાળા , શિક્ષકોની સંખ્યાની યાદી જાહેર કરી છે .

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ એક મહિના પહેલા તમામ ખાનગી શાળાઓ પાસેથી શિક્ષકોની લાયકાત અંગેની વિગતો માંગી હતી . તે સાથે જ લાયકાત વિહોણા શિક્ષકોને ફરજમુક્ત કરવાની સૂચના આપી હતી . ત્યાર બાદ મોટા ભાગની ખાનગી શાળાઓએ વિગતો રજૂ કરવાની સાથે જ બાંહેધરી પત્રક પણ મોકલી આપ્યા હતા .

જ્યારે શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં સુરતની ૪૦ ખાનગી શાળામાં 135 શિક્ષકો લાયકાત વિહોણા હોવાનું નોંધાયુ છે . કચેરીના પરિપત્રમાં જણાવ્યા મુજબ , પૂરતી લાયકાત ન ધરાવતા શિક્ષકો અંગે માંગવામાં આવેલી ઓનલાઇન માહિતીમાં 40 શાળાના 135 શિક્ષકો લાયકાત ધરાવતા નથી એવું જણાયું છે .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેમાં નોન – ગ્રાન્ટેડ શાળાઓમાં લાયકાત ન ધરાવનારા શિક્ષકોને દૂર કરવાના બાકી હોય બાંહેધરી પત્રક માંગવામાં આવ્યુ છે . શાળાઓએ નિર્ધારીત નમૂના પ્રમાણે બાંહેધરી પત્રક તૈયાર કરી 3 દિવસમાં કચેરીને મોકલવાનું રહેશે .

શિક્ષકોની લાયકાતતી માહિતી અંગે શાળામાં મિશ્ર પ્રતિસાદ

શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષકોની લાયકાત સંદર્ભે માંગવામાં આવેલી માહિતી અંગે શાળા વર્તુળમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યા છે . શાળા સંચાલકોના મત મુજબ , હાલમાં માર્ચ – એપ્રિલ માસમાં વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરાયુ હોય આ પ્રકારે શિક્ષકોની લાયકાતની વિગતો માંગવાને કારણે શિક્ષણકાર્ય પર અસર થઇ રહી છે .

અગાઉ પણ શાળાઓ દ્વારા આ સંદર્ભે માહિતી આપવામાં આવી છે . કોરોના કાળ પછી હેમખેમ શાળામાં રાબેતા મુજબનું શિક્ષણકાર્ય શરૂ થયુ છે ત્યારે આ પ્રકારની પ્રક્રિયાને લઇને શિક્ષણકાર્ય અસરગ્રસ્ત થઇ રહ્યું છે.

આ પણ વાંચો : ST બસમાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચારઃ જાણો, પાસ નિઃશુલ્ક કરવા અંગે શું કર્યું પૂર્ણેશ મોદીએ

આ પણ વાંચોઃ Rajkot: અમૂલ દૂધમાં 2 રૂપિયા ભાવ વધ્યા બાદ છૂટક વેચનારાઓએ લીટરે 5 રૂપિયાનો વધારો ઝીંકી દીધો

g clip-path="url(#clip0_868_265)">