Surat News : પુણાગામ વિસ્તારમાં ટ્રક ખાડામાં ખાબક્યો, તંત્રની બેદરકારીના કારણે લોકોમાં રોષ

|

Jan 31, 2023 | 2:18 PM

છેલ્લા ઘણા સમયથી પુણાગામ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યાં છે. સાથે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

Surat News : પુણાગામ વિસ્તારમાં ટ્રક ખાડામાં ખાબક્યો, તંત્રની બેદરકારીના કારણે લોકોમાં રોષ
Surat News Truck stuck in pit in Punagam area anger among people due to negligence of the system

Follow us on

સુરતના પુણાગામના વિસ્તારમાં ટ્રક ખાડાના કારણે પલટ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના રેસમાં ચોકડી પાસે ડ્રેનેજ લાઇનના ખાડામાં ફસાતા ટ્રક પલટ્યો હતો. ટ્રક પલટવાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી પુણાગામ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતુ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યાં છે. સાથે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે કે તંત્રની બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.જેના કારણે અવારનવાર લોકો ખાડામાં પડવાની ઘટના બનતી રહે છે.

આ પણ વાંચો : Surat : લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવાનો નવતર પ્રયાસ, લગ્નની કંકોત્રી વાંચો તમને પણ ખબર પડી જશે

ખાડામાં કાર ખાબક્તા બાળકીનું કમકમાટી ભર્યુ મોત થયું

સાબરકાંઠામાં ઈડરના માથાસૂર પાસે કાર રોડની સાઈડમાં આવેલી ખાઈમાં ખાબકતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બાઈકચાલક યુવાનનું કમકમાટી ભર્યુ મોત થયુ

રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે. ઘણી વાર રસ્તાની વચ્ચે આડેધડ વાહન ચલાવવાના કારણે પણ અકસ્માત સર્જાતો હોય છે. વલસાડના ધરમપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે બિલપુડી પાસે ટેમ્પો અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈકચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત થયુ છે. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક યુવક ફૂલવાડી ગામનો હોવાનું સામે આવ્યુ છે.

રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

તો આ તરફ ભાવનગરમાં મહુવા નજીક રિક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે નેશનલ હાઈવે-8 પર મહુવાથી વડલી ગામ તરફ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. ગમખ્વાર અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. મળતી માહિતી અનુસાર રિક્ષા મહુવાની આરબીકે હનુમંત હાઈસ્કૂલ શાળાની હતી.

Next Article