Surat : લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવાનો નવતર પ્રયાસ, લગ્નની કંકોત્રી વાંચો તમને પણ ખબર પડી જશે

સુરત શહેરના લોકો કોઈ પણ મુહિમ અનોખી રીતે ઉજવાતા હોય છે ત્યાં આ વ્યાજખોરો સામે ની મુહિમમાં પણ લોકો સારો સાથ સહકાર આપી રહ્યા છે. નાગરિકોમા જાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરતના કામરેજમા રહેતા પરમાર પરિવારના દીકરાની લગ્ર કંકોત્રીમાં ઓછા દરે લોન મેળવવાની માહીતી ઉમેરવામાં આવી છે.

Surat : લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવાનો નવતર પ્રયાસ, લગ્નની કંકોત્રી વાંચો તમને પણ ખબર પડી જશે
Surat In a new attempt to save people from the clutches of usurers loans and low rates were given in Lagnan Kankotri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 1:47 PM

ગુજરાત રાજયમાં વ્યાજખોરીનું પ્રમાણ સતત વધતુ હોવાથી ગુજરાત સરકાર એક્શન મોડમાં જોવા મળી છે. ગુજરાતમાં અનેક મધ્યમ વર્ગીય પરીવારો આ વ્યાજના વિષચક્રના ભોગ બનેલા છે. જેને દૂર કરવા માટે ગુજરાત પોલીસ દ્રારા વ્યાજખોરીના વિષચક્રમાથી નાગરિકોને મુકત કરવા માટે મુહીમ ચલાવવામાં આવી રહી છે ત્યાં જ લોકો પણ મુહિમમાં સાથ આપી રહ્યાં છે. રાજ્યના લોકો અનોખી રીતે પોલીસને સારા મેસેજ જાય તે માટે પ્રયાસ પણ કરી રહ્યાં છે. ત્યાં જ કામરેજ વિસ્તારના એક યુવકે પોતાના લગ્નની પત્રિકામાં વ્યાજખોરો માં ફસાતા લોકો માટે મેસેઝ આપ્યો છે. જેમા ઓછા દરે મળતી લોન કઈ બેક માંથી મળે છે અને તે કેવી રીતે મેળવી શકે તે માટેની માહિતી રજૂ કરી છે.

આ પણ વાંચો : Breaking News: સુરત મનપાનું વર્ષ 2023-24 ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રજુ કરવામાં આવ્યું, સુરતીઓ ઉપર 307 કરોડના વેરાનો વધારો ઝીંકાયો

લોકો સારો સાથ સહકાર આપી રહ્યા

સુરત શહેરના લોકો કોઈ પણ મુહિમ અનોખી રીતે ઉજવાતા હોય છે ત્યાં આ વ્યાજખોરો સામે ની મુહિમમાં પણ લોકો સારો સાથ સહકાર આપી રહ્યા છે. નાગરિકોમા જાગૃતિ આવે તે ઉદ્દેશથી સુરતના કામરેજમા રહેતા પરમાર પરિવારના દીકરાની લગ્ર કંકોત્રીમાં ઓછા દરે લોન મેળવવાની માહીતી ઉમેરવામાં આવી છે. તથા વિવિધ બેંકો જે ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની માહીતી મુકવામાં આવેલ છે. વિવિધ લોનમાં જરુરી પુરવા તથા તેના વ્યાજદરોની માહિતી ઉપરાંત બેકોની માહીતીનો ઉમેરો કરવામાં આવેલ છે. જેથી કરીને ઉચા વ્યાજદરે પ્રાઈવેટ લોન લેતા લોકો જાગૃત થાય. તે વ્યાજખોરોના ચુંગલમાખૂબચે અને વ્યાજખોરોના વિષચક્રનો ભોગ ન બને. તેવો એક નવતર પ્રયાસ કર્યો છે તે સારી વાત છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

વ્યાજખોરોના ચુંગાલમાંથી બચાવવાનો નવતર પ્રયાસ

સુરતમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ વિજય અને શ્વેતા લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યા છે. સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા વિજય પરમાર દ્વારા લોકોમાં લોન અંગે જાગૃતિ ફેલાય અને સમાજનો કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરોના વિષ ચક્રનો ભોગ ન બને તે ઉદ્દેશીને કંકોત્રીમાં વિવિધ બેંકો જે ઓછા વ્યાજ દરે લોન આપે છે તેની માહીતી રજૂ કરવામાં આવેલી છે. પોલીસના કામમાં મદદરૂપ થાય છે કારણ કે લગ્નની કંકોત્રી એક બે નહીં પણ અંદાજિત 500થી વધુ લોકોને આપવામાં આવતી છે. તે ઝડપથી અને ઘર ઘર સુધી આ સારા મેસેજ જઈ શકે છે.

લગ્ન કંકોત્રીમાં તમામ પ્રકારની લોન વિશેની માહિતી

વાત કરવામાં આવે તો હાલના સમયમાં લોકો એક બીજાની દેખા-દેખીમા લગ્રમાં પ્રંસગમાં અનેક ખોટા ખર્ચાઓ કરે છે પોતે પહોચી ન શકતા હોવા છતા ખોટા ખર્ચાઓ કરે છે પરિણામે પરીવારોને નાણાની તંગીનો સામનો કરવો પડે છે અને તેનો લાભ વ્યાજખોરો ઉઠાવે છે.અનેક કિસ્સાઓમાં વ્યાજખોરોના આંતકના લીધે અનેક પરિવારો ઘર વિહોણા પણ થઈ જાય છે. જેને લઈને આ લગ્ન કંકોત્રીમાં તમામ પ્રકારની લોન વિશેની માહિતી આપવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">