Ahmedabad serial blast case Judgement: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં 49 દોષિત જાહેર, દોષિતોને કાલે સજા સંભળાવાશે
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં 49 આરોપીને દોષિત જાહેર કરાયા છે જ્યારે 77માંથી 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટ્યા છે, અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં
કુલ 77માંથી 28 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા
2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ (Ahmedabad serial blast case)માં અમદાવાદ સ્પેશિયલ કોર્ટ (Special Court) એ ચુકાદો સંભળાવ્યો છે, જેમાં 77માંથી 28 આરોપી નિર્દોષ, 49 દોષિત જાહેર કરાયા છે. જસ્ટિસ એ.આર. પટેલે ચૂકાદો સંભળાવ્યો છે. પુરાવાના અભાવે આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 20 જગ્યાએ 21 બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ બ્લાસ્ટમાં કુલ 56 લોકોના મોત થયા હતાં જ્યારે 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. દોષિતો આવતી કાલે સજા સંભળાવાશે.
કોર્ટે અગાઉ ચુકાદો આપવા માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. પરંતુ જજ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે નિર્ણય 8 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.
શુું હતી ઘટના
અમદાવાદમાં 20 સ્થળોએ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જ્યારે 244 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 1163 સાક્ષીઓની જુબાની લેવાઇ ચૂકી છે. તેમજ 1237 સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયા છે. આ ઉપરાંત રાજ્યની અન્ય જેલોમાં બંધ યાસીન ભટકલ તેમજ અન્ય આરોપીઓ સામેનો કેસ ભેગો કરવા માટે તપાસ એજન્સી દ્વારા અરજી કરવામાં આવી હતી. આ કેસમાં દારૂ પી જેની ઉપર કાવતરુ રચવાનો આરોપ હતો એ અયાઝ સૈયદ જેણે તાજનો સાક્ષી બનીને જુબાની આપી હતી. આ કેસમાં અલગ-અલગ 521 જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે, એક ચાર્જશીટમાં 9800 પાનાનો ઉપયોગ કરાયો છે, એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ 51 લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો છે.
ઓનલાઈન થઈ હતી સુનાવણી
કોરોના ને કારણે કોર્ટમાં physical કેરિંગ બંધ હોવાથી કોર્ટની કાર્યવાહી online શરૂ કરવામાં આવી હતી.. જેમાં આરોપીઓની ઓનલાઇન જુબાની લેવામાં આવી હતી, આ કેસમાં એક એક આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું થાય છે.. એટલે 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ ગણીએ તો 3,47,800 પેજ થાય છે.. કુલ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓએ online ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
આરોપીઓએ જેલમાં સુરંગ બનાવી ભાગવાની કોશિશ કરી હતી
26 july 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટમાં પોલીસ દ્વારા સુરતમાં લગભગ 15 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી, અને અમદાવાદમાં 20 જેટલી ફરિયાદો નોંધવામાં આવી હતી.. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો, જ્યારે હજી આ કેસમાં 8 આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે.. 2008 સિરિયલ બ્લાસ્ટમાં મુખ્ય સૂત્રધાર યાસીન ભટકલ દિલ્હીની જેલમાં જ્યારે અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીર કોચીનની જેલમાં છે, તેમની સામેનો કેસ હજી ઓપન થયો નથી. આ કેસમાં ખાસ વકીલ તરીકે એચ.એમ ધ્રુવ, અમિત પટેલ અને મિતેષ અમીન તેમજ સુધીર બ્રહ્મભટ્ટ સામેલ રહ્યા છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અમદાવાદની સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીઓ દ્વારા 213 ફૂટની સુરંગ ખોદીને ભાગી જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જે કેસ હજી પણ મેટ્રોપોલિટન કોર્ટમાં પડતર છે.
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 2, 3, 4, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 18, 20, 21, 22, 23, 24, 25, 28, 30, 32, 35, 36, 37, 38, 39, 40, 42, 43, 44, 45, 46, 47, 49, 50, 59, 60, 63, 66, 69, 70, 74, 75, 78 નંબરના આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જેને કાલે સજા સંભળાવવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ આજે આવી શકે છે ચુકાદો, બ્લાસ્ટમાં 56 લોકોના થયા હતા મોત