Surat : સિવિલ હોસ્પિટલની લાપરવાહી, વિઝિટર્સ લિફ્ટમાં જ મેડિકલ વેસ્ટને લાવવા લઈ જવામાં આવી રહ્યો છે

કિડની હોસ્પિટલના મુખ્ય એન્ટ્રેસમાંથી પ્રવેશ કર્યા બાદ આજુબાજુમાં બે લિફ્ટ આવેલી છે જે પૈકી એક ડોક્ટર્સ લિફ્ટ છે અને તેની બાજુમાં વિઝીટર્સ લિફ્ટ છે.

Surat : સિવિલ હોસ્પિટલની લાપરવાહી, વિઝિટર્સ લિફ્ટમાં જ મેડિકલ વેસ્ટને લાવવા લઈ જવામાં આવી રહ્યો છે
Medical waste is being taken to the visitors lift (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:25 AM

નવી સિવિલ હોસ્પિટલ(New Civil Hospital ) પરિસરમાં આવેલી કિડની હોસ્પિટલને સારવાર સંબધિત હાઈટેક બનાવવામાં આવી છે. હાલમાં આ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના વાર્ડ કાર્યરત છે. તેમજ અન્ય વિભાગોની શિફટિંગ પણ ચાલી રહી છે.આ સિવાય સ્થાયી રીતે હાલમાં ટ્રોમા સેંટર પણ આ જ બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિ વચ્ચે યોગ્ય વ્યવસ્થાના અભાવે વોર્ડમાંથી નીકળતા જુદા જુદા મેડિકલ વેસ્ટને વિઝીટર્સ લિફ્ટમાંથી નીચે લાવવામાં આવી રહ્યું છે. જે વ્યવસ્થાના હિસાબે અયોગ્ય કહી શકાય છે.

નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કિડની હોસ્પિટલના મુખ્ય એન્ટ્રેસમાંથી પ્રવેશ કર્યા બાદ આજુબાજુમાં બે લિફ્ટ આવેલી છે જે પૈકી એક ડોક્ટર્સ લિફ્ટ છે અને તેની બાજુમાં વિઝીટર્સ લિફ્ટ છે. વિઝીટર્સ લીફ્ટ ખાસ કરીને દાખલ દર્દીના સગા સંબધીઓ અને પરિચિત વ્યક્તિઓ જે તેમની મુલાકત લેવા માટે આવતા તેમના ઉપયોગ માટે રાખવામાં આવી છે.

વોર્ડમાં દાખલ પોતાના સ્વજનો તથા પરિચિતને મળવા માટે મુલાકાતીઓ આ લિફ્ટમાંથી ઉપર નીચે અવાર જવર કરતા હોય છે. જોકે આજ વિઝીટર્સ લિફ્ટમાંથી મેડિકલ વેસ્ટ પણ લાવવામાં આવી રહ્યું છે. જુદા જુદા વોર્ડમાંથી નીકળતા મેડિકલ વેસ્ટને વિઝીટર્સ લિફ્ટમાંથી નીચે ઉતારવામાં આવે છે. જોકે આ મેડિકલત વેસ્ટ એક બોક્ષમાં પેક કરેલું હોય છે. પરંતુ તેને વિઝીટર્સ લિફટમાં કે જે લિફટનું પબ્લિક ઉપયોગ કરતી હોય તેમાં લાવવું કે લઈ જવું હિતાવહ નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આના માટે અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ તેવું હોસ્પ્ટિલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે .ત્યારે એ કહી શકાય છે કે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ રીતની કામગીરી ચાલી રહી છે .આ અંગે ઇંચાર્જ આરએમઓ ડો.ઓમકાર ચૌધરી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે વિઝીટર્સ લિફ્ટમાં આ રીતે મેડિકલ વેસ્ટ નહીં લાવવું જોઈએ. ભલે એ વ્યવસ્થિત રીતે પેકીંગમાં હોય છે. આ મુદ્દે આરએમઓ દ્વારા તાત્કાલિક સેનેટરી વિભાગને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને મેડિકલ વેસ્ટ લઇ જવા માટે અન્ય લિફ્ટનો ઉપયોગ કરવામાં માટે કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Surat : હાઇકોર્ટ બાદ હવે તમામ કોર્ટમાં આજથી ઓનલાઇન જ સુનાવણી થશે, અરજદારોની ભારે ભીડ

આ પણ વાંચો : સુરતમાં હવે તો દૂધની પણ ચોરી થાય છે, દુધની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">