ગુજરાતમાં કોંગ્રેસ હવે ભાજપનો વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠી છે તેથી AAPમાં જોડાયો છુંઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ

AAPમાં જોડાયેલા ઇન્દ્રનીલ રાજયુગુરુએ કહ્યું કે વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ અને તેનું અમલીકરણ શ્રેષ્ઠ રીતે આમ આદમી પાર્ટી જ કરી શકે છે. આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. દિલ્હી અને પંજાબમાં AAPએ તે સાબિત કર્યું.

ગુજરાતમાં કોંગ્રેસ હવે ભાજપનો વિકલ્પ બનવાની ક્ષમતા ખોઈ બેઠી છે તેથી AAPમાં જોડાયો છુંઃ ઇન્દ્રનીલ રાજ્યગુરુ
Gujarat Congress has lost its ability to be an alternative to BJP so I joined AAP Indranil Rajyaguru
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Apr 14, 2022 | 2:13 PM

ચૂંટણી નજીક છે. જ્યારે રાજકીય ફેરફારો જોવા મળતા હોય છે. તેમજ તોડો અને જોડોની નીતિ સાથે પાર્ટી આગળ વધતી હોય છે. ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસ (Congress) માંથી કેટલા નેતાઓએ છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેમાં સૌરાષ્ટ્રમાં બે મોટા માથા ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajyaguru) અને વશરામ સોંગઠિયાનો સમાવેશ થાય છે. જેઓ આજે કોંગ્રેસ માંથી છેડો ફાડી AAP કાર્યાલય પર AAP ના નેતા ઈશુંદાન ગઢવીના હસ્તે ખેસ ધારણ કરી AAP પાર્ટીમાં જોડાયા છે.  આ પ્રસગે તેમણે ભાજપ (BJP) સરકારની નીતિઓ પર પ્રહારો કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન AAP નેતા ઈશુદાન ગઢવીએ નિવેદન આપ્યું કે. શિક્ષા આરોગ્ય ભ્રષ્ટચાર મુકત બનાવવા આપ કામ કરે છે. કેજરીવાલના નેતૃત્વ હેઠળ ત્રણ નેતા AAP માં જોડાઈ રહ્યા છે. રાજકોટના ઇન્દ્રનીલ રાજયુગુરુ. વશરામ સાગઠિયા અને કોમલબેન. જેઓ aapની નીતિ અને કામથી પ્રેરાઇને પાર્ટીમાં જોડાયા હોવાનું નિવેદન આપ્યું. તો સાથે જ જેમને કામ કરવું છે લોક સેવા કરવી છે તેમના માટે બેસ્ટ વિકલ્પ આમ આદમી પાર્ટી હોવાનું પણ ઈશુદાન ગઢવીએ જણાવ્યું.

AAP માં જોડાયેલા ઇન્દ્રનીલ રાજયુગુરુએ પણ કહ્યું કે ગાંધીજીના પ્રભાવ નીચે બનેલું વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ અને તેનું અમલીકરણ શ્રેષ્ઠ રીતે AAP પાર્ટી કરી શકે છે. આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. દિલ્હી અને પંજાબ માં AAP એ તે સાબિત કર્યું. ભ્રષ્ટચાર બાબતે SMS કરો ને પગલાં લેવાય જે ગુજરાતમાં જોઈ નથી શકતા તે પંજાબમાં કરવામાં આવ્યું છે. એટલે જ આમ આદમી પાર્ટીમાં જોડાયો છું.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વધુમાં તેઓએ જણાવ્યું કે કેજરીવાલ પક્ષ માટે નહીં આમ લોકો માટે લડે છે. આમ આદમીના પક્ષની સરકાર બને તેનાથી પ્રભાવિત થયો. જાહેર જીવન હંમેશા લોકો માટે રહ્યું છે. એટલે કોંગ્રેસમાં હતો. ભાજપ લોકોને મૂર્ખ બનાવીને સતા મેળવે છે તે દેશ માટે લાંછન છે. કોંગ્રેસ વિકલ્પ બનવાની ક્ષમતા ગુજરાતમાં ખોઈ બેઠો છે. પક્ષ માટે નહીં લોકો માટે સમય આપવો છે. સમાજે મને જીવવાનો મોકો આપ્યો છે. ભાજપ કરતા કોંગ્રેસ અને કોંગ્રેસ કરતા હવે આપ વિકલ્પ લાગે છે એટલે AAP માં જોડાયો. કેમ કે આવતા દિવસ AAP ના છે. એનો અર્થ એ થાય કે ગુજરાતના AAP ના છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લોકોને aapમાં જોડાવવા કર્યું આહવાહન

આજે કોંગ્રેસ ભાજપ ના કાર્યકરોને ગુજરાતના આમ લોકોને જે કોઈ વિશ્વાસ રાખતા હોય. જે કોઈએ મારી નીતિનો અનુભવ કર્યો. તરવા બધાને વિનંતી કે સૌ આમ આદમી પાર્ટીમાં જોડાય અને સૌ ગુજરાતની શિકલ ફેરવવાનું કામ આદરે એવું આહવાહન કરું છું. બહુ વાર લાગશે તેવું માનનાર લોકોને કહેવા માંગીશ કે  2022 માં AAP આવી રહી છે. ગુજરાતનું હિત ઇચ્છતા સમાજનું હિત ઇચ્છતા અને અનુભૂતિ કરતા લોકો AAP માં જોડાય અને ભ્રષ્ટ ગુજરાત માંથી ભ્રષ્ટચારનો ભરડો લઈ ચૂકેલ ભાજપને 2022 માં હકાલપટ્ટી કરે.

મને ટીકીટ મળે કે ન મળે, પણ અગત્યની વાત ભાજપ ન જોઈએ

વધુમાં એ પણ જણાવ્યું કે હું આમ રીતનો છું. રાજકીય ગણિત મંડવા તેમારું કામ નથી. હું વિચારથી જોડાયો છું. આજ કાલની રાજકીય સ્થિતિમાં સોદો સુજે કોંગ્રેસમાં સોદો નથી થયો. કોંગ્રેસમાં વાઇસ પ્રેસિડેન્ટ બનાવ્યો હતો.  મને ટીકીટ મળે કે ન મળે. પણ અગત્યની વાત ભાજપ ન જોઈએ. AAP માં તરત અમલીકરણ છે. કોંગ્રેસમાં હતો ત્યારે નેતૃત્વ પર રાખેલ. અહીં પણ એ જ રાખીશ. પાર્ટી નક્કી કરશે તે કરીશ. લડવા કરતા પાર્ટી જે કહે તે કરીશ. MLA થવાની અગત્યતા નથી. વિચાર સ્થાપિત થાય તે છે.

કોંગ્રેસમાં અવગણનાની વાતને નકારી. તો નરેશ પટેલને લઈને આપ્યું નિવેદન

મારો વ્યક્તિ ગત વાંધો હોય ત્યાં સમાધાન હોય તેવું કોંગ્રેસમાં ન હતું. અવગણના થતી હતી તેવું પણ ન હતું. ભાજપ ને હરાવવા જોડાયો છું. નરેશ પટેલ જોડાવવાના છે ખબર નથી. નરેશ ભાઈ હોય ત્યાં પદ વધે ઘટે નહિ. કોઈ પણ સમાજનું સારું ઇચ્છતી વ્યક્તિ જે નરેશભાઈ હોય તો તે પણ આવે એ AAP માં જોડાય. નરેશભાઈ જે નિર્ણય લે તે સારો હશે. તો સાથે સૌરાષ્ટ્રમાં 4 કોર્પોરેટર હતા જેમાં 2 એટલે અડધા આવી ગયા બાકી છે તે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી.

દિલ્હીમાં ગામડાની સ્કૂલ પણ જોઈ જેનાથી પ્રેરાઈને ‘આપ’માં જોડાયા

આ તેફ વશરામ સોંગઠિયાએ નિવેદન આપતા જણાવ્યું કે રાજકોટમાં અમારા કામને જોઈ ત્રીજી વાર જીતાડયા જેનો તેઓએ આભાર માન્યો. તો મત આપવાના નથી તેમ છતાં AAP ને બીજા નંબરે મત મળ્યા. તેમ જણાવી ગઈ કાલે કેજરીવાલ સાહેબને મળ્યા હોવાનું કહી તેઓના વિચાર જાણ્યા અને પક્ષ આપ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો. સાથે જ જણાવ્યું કે દિલ્હીમાં શિક્ષણ અને આરોગ્ય જોયું સારું છે. ગુજરાત અને દિલ્હીમાં ફરક છે. દિલ્હીમાં ગામડાની સ્કૂલ પણ જોઈ જેનાથી પ્રેરાઈને જોડાયાનું જણાવ્યું.

સરકારને દૂર કરવા આગળ આવવા અપીલ કરી

વધુમાં જણાવ્યું કે ગત રોજ રાત્રે અરવિંદ કેજરીવાલને મળ્યા. જેમના રાષ્ટ્રવાદી વિચાર છે. તો અનુસૂચિત જાતિમાંથી આવ્યો હોવાનું જણાવી ભગતસિંહ અને બાબા સાહેબ અબેડકરની પ્રતિમા દરેક ઓફિસમાં પંજાબમાં રખાઈ તેને સારી બાબત ગણાવી. સાથે જ વશરામ સોંગઠિયાએ તમામને વિનંતી કરી કે AAP માં આવો અને જોડાવો. AAP માં જોડાશે તો ભ્રષ્ટચાર ને નાબૂદ કરવામાં વાર નહિ લાગે. તેમજ ખુદ ગુજરાતના મુખ્યમંત્રી ભ્રષ્ટચાર ની જાહેરાત કરે તે શરમજનક બાબત ગણાવી આવી સરકારને દૂર કરવા આગળ આવવા અપીલ કરી.

ભાજપ સામે AAP એક જ વિકલ્પ હોવાનું જણાવ્યું

ઉલ્લેખનીય છે કે જ્યારે પક્ષ પલટો થાય ત્યારે નાણાં કે પદ માટે સોદો થતો હોય છે. જોકે AAP માં જોડાયેલા બનેએ આ વાતને નકારી કાઢી અને ભાજપ સામે AAP એક જ વિકલ્પ હોવાનું જણાવી સારા ગુજરાની અપેક્ષા સાથે જોડાયા હોવાનું જણાવ્યું. ત્યારે જોવાનું એ પણ રહે છે કે આગામી સમયમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સોંગઠિયાને કોઈ પદ અપાય છે કે પછી બને પાર્ટીના એક કાર્યકર તરીકે કામ કરી આગળ વધે છે. તેમજ આ નિર્ણયથી કોને કેવો ફાયદો અને કેવું નુકશાન થાય છે તે પણ જોવાનો વિષય બની રહેશે.

આ પણ વાંચોઃ Surat : વિવિધ પ્રોજેક્ટના કારણે બગડી ગયેલા રસ્તાની સ્થિતિ સુધારવા સ્થાયી સમિતિ અધ્યક્ષની ટકોર

આ પણ વાંચોઃ જામનગરમાં ATM મશીનમાંથી નાણા કાઢી લેવાનો નવતર કિમીયો : બે પરપ્રાંતીય શખ્સો પકડાયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">