AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : નવરાત્રીની આઠમે ઉમિયાધામ મંદિરમાં થતી મહાઆરતીમાં ઝગમગશે 25 હજાર કરતા પણ વધુ દીવડાઓ

ઉમિયાધામમાં જ્યારે આઠમની મહાઆરતી થાય છે. ત્યારે આસપાસની બધી જ લાઇટો બંધ કરીને માત્ર દિવડાઓનાં પ્રકાશથી માતાજીની આરાધના કરવામાં આવે છે. જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબી લઈને ગરબે ઘૂમે છે.

Surat : નવરાત્રીની આઠમે ઉમિયાધામ મંદિરમાં થતી મહાઆરતીમાં ઝગમગશે 25 હજાર કરતા પણ વધુ દીવડાઓ
Umiyadham Mahaaarti (File Image )
| Updated on: Oct 03, 2022 | 9:12 AM
Share
સુરતમાં(Surat ) કોરોનાના બે વર્ષ પછી શેરીગરબા તેમજ વિવિધ પાર્ટીપ્લોટો પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ તેમ નવરાત્રીમાં(Navratri ) આઠમનું ઘણું મહત્વ હોય છે પણ અહિં સુરતમાં ઉમિયાધામનાં મંદિરમાં મહાઆરતીનું પણ વિશેષ મહત્વ છે. અને હાલ તેની તૈયારીઓ જોરશોરમાં કરવામાં આવી છે.  નવરાત્રીમાં આઠમના નોરતાનું વિશેષ મહત્વ છે.અને આજે એટલે કે સોમવારે જ્યારે આઠમા નોરતાની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે સુરતનાં ઉમિયાધામ મંદિરમાં આઠમની વિશેષ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
સુરતનાં વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયયાધામ મંદિરે સો-બસો કે પાંચસો-સાતસો નહિં પણ એકસાથે થતી હોય છે 25,000 થી પણ વધુ દિવડાની આરતી. કદાચ ભારતમાં ગુજરાતમાં માત્ર સુરત જ એક શહેર એકમાત્ર એવું છે જ્યાં 25,000થી પણ વધુ દિવડાઓ એકસાથે પ્રગટે છે અને સૌ કોઇ હાથમાં દિવડા લઇને મા ઉમિયાની આરતી કરીને નવરાત્રીની ઉજવણી કરે છે..
ઉમિયાધામ મહિલા મંડળના આયોજક રશ્મિકાબેન પટેલના જણાવ્યા અનુસાર વર્ષોથી અહિં દીવડાંઓની મહાઆરતી થાય છે. અને ખાસ સુરતમાં જ આ આરતી થાય છે. લોકો અહિં આવે છે અને પ્રત્યેક જણા હાથમાં દિવડા લઇને આરતી કરે છે.જેથી દરેકને મહાઆરતીનો લાભ મળે છે. કોરોનાના બે વર્ષ પછી જયારે આ વર્ષ ખાસ મહત્વનું છે, ત્યારે ભક્તિ શક્તિનો સમન્વય જોવા મળશે. આઠમના દિવસે સવારથી નવચંડી યજ્ઞ, ભૂદેવોના હાથે રક્ષા પોટલી બાંધવાનો કાર્યક્રમ રહેશે.
તેઓ ઉમેરે છે કે ઉમિયાધામમાં જ્યારે આઠમની મહાઆરતી થાય છે. ત્યારે આસપાસની બધી જ લાઇટો બંધ કરીને માત્ર દિવડાઓનાં પ્રકાશથી માતાજીની આરાધના કરવામાં આવે છે. જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ માથે ગરબી લઈને ગરબે ઘૂમે છે. સાથે જ 150 જેટલી મશાલો પણ રાખવામાં આવે છે, જે વાતાવરણને દિવ્ય બનાવે છે.
અન્ય એક ભક્ત હીરાબેન પટેલનું કહેવું છે કે અમે અહિંયા જ્યારે પણ આવીએ છીએ ત્યારે સાક્ષાત માતાજીએ દર્શન આપ્યા હોય તેવું લાગે છે.બહું આહ્લલાદ્ક દર્શન કર્યા હોય એવું લાગે છે. આ વર્ષે પણ અમે પરિવાર સાથે આ મહાઆરતીનો લાભ લેવા જરૂર આવીશું. તેના માટે અમે ખુબ આતુર છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">