AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: કોલેજના ઝઘડામાં વિદ્યાર્થી અને તેના પિતા પર ટોળાનો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ

કોલેજની (College) બહાર જ ઘટેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પાંચથી સાત લોકો બે ગાડીમાં આવે છે. ત્યારબાદ પિતા-પુત્ર પર ચપ્પુ લઈને તૂટી પડે છે.

Surat: કોલેજના ઝઘડામાં વિદ્યાર્થી અને તેના પિતા પર ટોળાનો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ
Mob attack on student and his father in college fight, incident caught on CCTV
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 24, 2022 | 3:43 PM
Share

સુરત (Surat) શહેરના વેસુ ખાતે અગ્રવાલ કોલેજમાં વિદ્યાર્થીઓ (Student )વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો અને મિત્રના (Friend) ઝઘડામાં પડેલા વિદ્યાર્થીને પણ માર મરાયો હતો. જેથી સમાધાન કરાવવા માટે ગયેલા વિદ્યાર્થી અને તેના પિતા ઉપર વિદ્યાર્થીના ટોળાએ જીવલેણ હૂમલો કરતા મામલો બીચકાયો હતો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેથી ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

સુરત શહેરની અંદર ફરી એક વખત અસામાજિક તત્વો અને માથાભારે  છાપ ધરાવતા ઈસમોની દાદાગીરી સતત વધી રહી છે અને તેની પાછળનું માત્ર કારણ છે પોલીસની ઢીલી નીતિ. સુરતના પાંડેસરા બમરોલી ખાતે હરિધામ સોસાયટીમાં રહેતા શંભુસીંગ હરીસીંગ રાઠોડ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમનો પુત્ર સુરજપાલ જે વેસુ વિસ્તારમાં આવેલ આગમ શોપીંગ વર્લ્ડ નજીક અગ્રવાલ વિદ્યાવિહાર કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે.

સુરજપાલના મિત્ર નિશાંતનો ગતરોજ કોલેજમાં ઝઘડો થયો હતો. જેથી સુરજપાલે વચ્ચે પડી નિશાંતને છોડાવ્યો હતો. પરંતુ નિશાંત સાથે ઝઘડો કરનાર નિખીલગીરી, શીવમ રાજપૂત, અમન રાજપૂત, કમલ ઝા અને ચંદ્રેશે સુરજપાલને મારવાની ધમકી આપી હતી. જેથી ડરી ગયેલા સુરજપાલે તેના પિતા શંભુસીંગ હરીસીંગ રાઠોડને કોલ કર્યો હતો. શંભુસીંગે તુરંત જ કોલેજના પ્રિન્સીપાલ સાથે મોબાઇલ પર વાતચીત કર્યા બાદ સુરજપાલને ધમકી આપનાર અન્ય વિદ્યાર્થીઓને સમજાવવા માટે કોલેજ ખાતે ગયા હતા.

ઘટના થઈ સીસીટીવીમાં કેદ

કોલેજની બહાર જ ઘટેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પાંચથી સાત લોકો બે ગાડીમાં આવે છે. ત્યારબાદ પિતા-પુત્ર પર ચપ્પુ લઈને તૂટી પડે છે. હુમલાના પગલે આસપાસના લોકોમાં દોડાદોડી મચી જવા પામી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં વધતી ગુનાખોરી માટે સુરત પોલીસ દ્વારા કોઈ ચોક્કસ નીતિ બનાવવી જરૂરી રહેશે નહીં તો આવનારા દિવસોની અંદર નાની મોટી ઘટનાઓ સામે આવે તો નવાઈ નહીં.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">