Surat થી 1200 કિલોમીટર દૂર આવેલી લક્ષદ્વીપની કોલેજ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સાથે કરશે જોડાણ

|

Jul 31, 2021 | 4:59 PM

યુનિયન ટેરીટરી ઓફ લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સર્વિસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બી.એસ.સી. નર્સીંગના અભ્યાસક્રમના જોડાણ માટે અરજી કરવામાં આવી હતી.

Surat થી 1200 કિલોમીટર દૂર આવેલી લક્ષદ્વીપની કોલેજ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સાથે કરશે જોડાણ
Veer Narmad South Gujarat University

Follow us on

સુરતથી 1200 કિલોમીટર દૂર અરબ સાગરમાં આવેલા લક્ષદ્વીપની (Lakshadweep) સરકારી કોલેજ ખાતે બીએસસી (BSc) નર્સીંગ કોલેજના અભ્યાસક્રમના જોડાણ માટે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી (Veer Narmad South Gujarat University) દ્વારા વર્ચ્યુઅલ એલ.આઈ.સી. ની નિમણુંક કરવામાં આવશે.

યુનિયન ટેરીટરી ઓફ લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સર્વિસ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બી.એસ.સી. નર્સીંગના અભ્યાસક્રમના જોડાણ માટે અરજી કરવામાં આવી હતી. જે સંદર્ભે નર્મદ યુનિવર્સીટીની સિન્ડિકેટ સભામાં (Syndicate Meeting) ચર્ચા કરવામાં આવી હતી.

લક્ષદ્વીપની કોલેજ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સાથે જોડાણ મેળવવા અરજી કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે. સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે હાલ લક્ષદ્વીપ જવા માટે હેલીકોપ્ટર સેવાઓ બંધ છે. આથી વર્ચ્યુઅલ લોકલ ઇન્વેસ્ટિગેશન કમિટીની નિમણુંક કરવામાં આવશે. વધુમાં લક્ષદ્વીપ યુનિયન ટેરીટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ હોય દેશની કોઈ પણ યુનિવર્સીટી સાથે જોડાણ કરી શકે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

આમ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દેશની પહેલી એવી યુનિવર્સીટી (University) બનશે જે યુનિયન ટેરીટરીના અરબી સમુદ્રના લક્ષદ્વીપ ટાપુ પર સુરતથી વિમાની માર્ગે 1200 કિ.મી. દૂર રેગ્યુલર નર્સીંગ કોલેજનું જોડાણ આપશે. સુરતથી બાયરોડ 2283 કિલોમીટર અને બાય ફ્લાઇટ 1176 કિલોમીટર દૂરની સંસ્થાએ સુરતની યુનિવર્સીટી પાસે જોડાણ માંગ્યું છે.

સીન્ડીકેટ સભ્યનું કહેવું છે કે યુનિયન ટેરીટરી ઓફ લક્ષદ્વીપ એડમીનીસ્ટ્રેશનના ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ સર્વિસ તરફથી કવરતી ટાપુ પર બીએસસી નર્સીંગ કોલેજના જોડાણ માટે અરજી કરવામાં આવી હતી. જે મંજુર કરવામાં આવી છે. હાલ યુનિવર્સીટી દ્વારા લોકલ ઈન્કવાયરી કમિટીની અરજીનો સ્વીકાર કરવામાં આવી છે અને આગામી દિવસોમાં કુલપતિ આ કમિટી માટે તજજ્ઞોના નામ પણ આપશે.

 

આ પણ વાંચો :

Surat: ઘરેથી બુક લેવા નિકળ્યા બાદ વિદ્યાર્થિની ગુમ, 10 લાખ રૂપિયાની ખંડણીનો પિતાને ફોનથી સન્નાટો

સુરતના પુણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો,પોલીસનો કાફલો ઘટના સ્થળે

Next Article