સુરતના(Surat) લાજપોર જેલમા કર્મચારીઓએ(Prison Stagff) સરકાર સામે મોરચો માંડ્યો છે. જેમાં પોતાની વિવિધ માંગોને લઈને કર્મચારીઓ આજથી હડતાળ(Strike)પર ઉતરી ગયા છે.એક પછી એક સરકારી કર્મચારીઓ સરકાર સામે સતત લડી રહ્યા છે ત્યાં આ લાજપોર જેલના કર્મચારીઓએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો છે. સરકાર સામે 8 માંગણીઓ મૂકી છે જે મંજુર ન થાય ત્યાં સુધી કર્મચારીઓ કામથી અળગા રહેશે. જેમાં સુરતના લાજપોર જેલના કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતરી ગયા છે. લાજપોર જેલના કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઇ જેલ કર્મચારીઓએ આંદોલન શરુ કર્યું છે. આજે મોટી સંખ્યામાં કર્મચારીઓ લાજપોર જેલની બહાર જ ધરણા પર બેસી ગયા હતા.અને સૂત્રોચાર કર્યા હતા રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે.
રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે તેઓએ હડતાળ શરુ કરી છે. ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક સરકારી વિભાગના અલગ અલગ કર્મચારીઓ કોઈને કોઈ માંગ લઈને સરકાર સામે લડત આપી રહ્યા છે પણ સુરતની લાજપોર જેલના આ કર્મચારીઓ જે લડત ચલાવી રહ્યા છે તેની અંદર હવે સરકાર અને ગૃહ વિભાગ કઈ રીતે સમાધાન કરે છે અથવા તો તેમની માંગણીઓ સંતોષે છે કે તે જોવું રહ્યું.
આ ઉપરાંત રાજયની અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કર્મચારીઓ આજે કેટલીક પડતર માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતર્યા છે..જેલ પોલીસે આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી માગ પૂર્ણ ન થતાં તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે..રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારીઓ માટે જે 550 કરોડના બજેટની જાહેરાત કરવામાં આવી હતી તેમાં જેલ કર્મચારીઓનો સમાવેશ ન કરવામાં આવતા કર્મચારીઓની અંદર નિરાશા જોવા મળી રહી છે. રાજ્ય સરકાર અને ગાંધીનગર સુધી વારંવાર રજૂઆત કરવા છતાં તેમની વાતને ગ્રાહ્ય ન રાખતા આખરે જેલ કર્મચારીઓએ હડતાળ પર બેઠા છે. અને તેમની માંગ નહિ સ્વીકાર કરે ત્યાં સુધી હડતાળ ની ચીમકી આપી..
Published On - 4:32 pm, Wed, 28 September 22