AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકની ટીમ બીજી વખત સુરતની મુલાકાતે, લોનની રકમ નક્કી થવાની શક્યતા

રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે નાણાકીય સહાય બાબતે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.

Surat : રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંકની ટીમ બીજી વખત સુરતની મુલાકાતે, લોનની રકમ નક્કી થવાની શક્યતા
Tapi Riverfront Project (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 1:45 PM
Share

સુરતના મહત્ત્વકાંક્ષી પ્રકલ્પ તાપી (Tapi ) રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને રીજ્યુવેનેશન પ્રોજેક્ટ અંતર્ગત નાણાંકીય સહાય મેળવવા વર્લ્ડ બેંક (World Bank ) સમક્ષ કરવામાં આવેલ તજવીજના ભાગરૂપે વર્લ્ડ બેંકની ટીમ બીજી વખત સુરતની મુલાકાતે આવી છે. થોડા મહિના પહેલા જ વર્લ્ડ બેંકની ટેકનીકલ ટીમ સુરતના પ્રવાસે આવી હતી.

તેઓએ તાપી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની સાઇટ ઉપરાંત મનપાના અનેક કાર્ય૨ત તથા પાઇપલાઇન હેઠળના પ્રોજેક્ટોની સાઇટોની વિઝિટ કરી હતી. આ ઉપરાંત સુરત મનપાની આવક અને ખર્ચ બાબતે વિસ્તૃત પ્રેઝટેશન નિહાળ્યું હતું. સુરત મનપાને તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક તરફથી કેટલા કરોડની અને કયા વ્યાજના દરે લોન ઉપલબ્ધ થશે? તે વર્લ્ડ બેંકની બીજી મુલાકાત બાદ સ્પષ્ટ થશે.

તારીખ 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી વર્લ્ડ બેંકની ટીમ સેકન્ડ પ્રીપેરેશન મિશન (હાઇબ્રીડ) અંતર્ગત વિવિધ માહિતી મેળવવા અર્થે સુરતની મુલાકાતે આવી છે. આ મુલાકાત દરમિયાન રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે નાણાકીય સહાય બાબતે વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે.

પ્રથમ બે દિવસ દરમિયાન વર્લ્ડ બેંકની ટીમ દ્વારા કન્સલન્ટન્ટ એજન્સી ઉપરાંત મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠકો હાથ ધરી છે. મનપા કમિશનર દ્વારા વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ કઈ તારીખે, કયા સમયે કયા વિભાગ, એજન્સીની ટીમ દ્વારા કયા પ્રોજેક્ટ બાબતે મીટીંગ, પ્રેઝન્ટેશન રજૂ કરવું? તે અંગે વિસ્તૃત ઓર્ડર ઇસ્યુ કર્યો છે.

આગામી તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના કાર્યક્રમ બાદ બપોરે મનપા કમિશનર પણ વર્લ્ડ બેંકના અધિકારીઓ સાથે બેઠકમાં જોડાશે, વર્લ્ડ બેંકની ટીમની આ મુલાકાતના આધારે મનપાની રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે કેટલી નાણાકીય સહાય વર્લ્ડ બેંક દ્વારા ઉપલબ્ધ કરાવાશે? વ્યાજના દરની સહિતની શરતો શું હશે? તે અંગે સ્પષ્ટ ચિતાર મળી શકે તેમ છે.

g clip-path="url(#clip0_868_265)">