સુરત : દેવઉઠી અગિયારસની ઉત્સાહભેર ઉજવણી, કંતારેશ્વર મહાદેવ મંદિર પરિસરને ઘીના દિવાઓથી શણગારાયું
દેવઉઠી અગિયારસ નિમિત્તે કતારગામ સ્થિત પ્રાચીન કંતારેશ્વર મહાદેવના સમગ્ર પરિસરને ઘીમાંથી બનેલા દિવાઓથી શણગારવામાં આવ્યું હતું. જયારે અંબિકાનિકેતન મંદિર સ્થિત અંબામાતા ચરણદર્શનનો લાભ ભકતોને આપવામાં આવ્યો હતો.
આ વખતે દેવ પ્રબોધિની એકાદશી અને તુલસી વિવાહ પર્વ કોઈ જગ્યાએ 14 તો કોઈ જગ્યાએ 15 નવેમ્બરના રોજ ઊજવવામાં આવી રહ્યો છે, એટલે બંને દિવસ એકાદશી રહેશે. આવું પંચાંગમાં તિથિની ગણતરીમાં ભેદ થવાના કારણે થઈ રહ્યું છે. દેવ ઊઠી એકાદશી નિમિત્તે રવિવારે કતારગામના કંતારેશ્વર મંદિરમાં ઘીના દીવાઓથી રોશની કરવામાં આવી હતી. મંદિરના અવિનાશ મહારાજે જણાવ્યું કે, આ માટે 45 કિલો ઘીમાંથી 4,500 દીવા બનાવાયા હતા, જેમાં 50 ભક્તોને 4 કલાક લાગ્યા હતા.
દેવઉઠી અગિયારસ નિમિત્તે કતારગામ સ્થિત પ્રાચીન કંતારેશ્વર મહાદેવના સમગ્ર પરિસરને ઘીમાંથી બનેલા દિવાઓથી શણગારવામાં આવ્યું હતું. જયારે અંબિકાનિકેતન મંદિર સ્થિત અંબામાતા ચરણદર્શનનો લાભ ભકતોને આપવામાં આવ્યો હતો.આ સાથે સગરામપુરાના રામજી મંદિરમાં પણ એકાદશી-તુલસી વિવાહની ઉજવણી કરાઈ હતી. જે અંતર્ગત શેરીઓમાં તુલસીમાતાની શોભાયાત્રા નીકળી હતી. બીજી બાજુ શહેરના સ્વામીનારાયણ મંદિરો, વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો તેમજ મોટા ભાગના રામ મંદિરોમાં સોમવારે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહ કાર્યક્રમ યોજાશે.
હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનો એક અદ્ભુત ઉત્સવ ઉજવાય છે. કારતક મહિનાની શુક્લ પક્ષની દેવપ્રબોધિની નામની એકાદશીની તિથિએ તુલસી વિવાહ યોજાય છે. આ પાવન પર્વ પર ભગવાન વિષ્ણુના મૂર્તિસ્વરૂપ શાલિગ્રામ અને તુલસીના લગ્ન કરાવી પુણ્યાત્મા લોકો કન્યાદાનનું ફલ પ્રાપ્ત કરે છે. તુલસી વિવાહ લૌકિક વર-કન્યાના લગ્નની જેમ જ ભારે ધામધૂમથી રંગેચંગે શાસ્ત્રોક્ત લગ્ન વિધિથી જ કરાવાય છે.ત્યારે સુરત શહેરના વિવિધ મંદિરોમાં દેવઉઠી અગિયારસ નિમિત્તે ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતુ.
કેમ ઉજવાય છે તુલસી વિવાહનો પર્વ ?
તુલસી વિવાહ(TULSI VIVAH)એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે. હિન્દૂ ધર્મ ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તુલસી વિવાહ કારતક સુદ ૧૧ ના દિવસે મનાવવામાં આવે છે.
આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ ( પથ્થર )) સ્વરુપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા, અને બંને ના લગ્ન પણ કરાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી, ત્યારથી તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે. તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યા નું પુણ્ય મળે છે એવી ભાવના ભક્તોમાં રહેલી છે. આ-જ પર્વને દેવઉઠી એકાદસશી સાથે પણ સાંકળવામાં આવ્યો છે.