AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: આ ગણપતિ મહોત્સવમાં બાપ્પા આપશે વેકસિન લેવાનો સંદેશ, મૂર્તિકારોએ તૈયાર કરી થીમ બેઇઝડ પ્રતિમાઓ

કોરોના સામે લડવા માટે હાલ વેક્સીન જ એકમાત્ર ઉપાય છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં લોકોને વેક્સિનનો સંદેશો ગણપતિ બાપ્પા આપશે.

Surat: આ ગણપતિ મહોત્સવમાં બાપ્પા આપશે વેકસિન લેવાનો સંદેશ, મૂર્તિકારોએ તૈયાર કરી થીમ બેઇઝડ પ્રતિમાઓ
મૂર્તિમાં ગણપતિ બાપ્પા ઈન્જેક્શનની સિરીંજ પર બેસેલા છે અને તેમના બીજા હાથમાં લાડુ ને બદલે વેકસીનનો ડોઝ બતાવવામાં આવ્યા
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 19, 2021 | 8:05 AM
Share

Surat: તહેવારો(Festival)ની શરૂઆત હવે થવા જઇ રહી છે. અને એમાં પણ આવનારા ગણેશ મહોત્સવ(Ganesh Mahotsav)ને લઈને ગણેશ ભક્તો(Devotees)માં ખુબ ઉત્સાહ જોવા મળી રહયો છે. મુંબઈ બાદ ગુજરાતમાં સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ (Ganapati utsav) સૌથી રંગેચંગે ઉજવવામાં આવે છે.

સુરત શહેરમાં દર વર્ષે 60 હજાર કરતા પણ વધુ ગણેશજીની નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે શહેરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી ફિક્કી રહી હતી. તંત્ર દ્વારા ગણપતિ ઉત્સવ પર બ્રેક લગાવવામાં આવતા લોકોએ તેની સાદગીથી જ ઉજવણી કરી હતી.

પરંતુ આ વખતે કોરોના(Corona)ના કેસો જયારે ઓછા થયા છે અને વેક્સીન(vaccine) ઉપલબ્ધ થઇ છે ત્યારે ગણેશ આયોજકોને આશા છે કે આ વર્ષે ગણપતિ મહોત્સવ ઉજવવાની પરવાનગી તંત્ર દ્વારા આપવામાં આવશે. આ માટે જિલ્લા તંત્રને રજૂઆતો પણ કરવામાં આવી છે.

Surat: In this Ganpati Mahotsav, Bappa will give the message of vaccination: Sculptors have created theme based idols

ગણપતિ વેક્સીન આપતા હોય તેવી થીમ પર ગણપતિની મૂર્તિ

તો બીજી તરફ ગણેશ મૂર્તિકારો દ્વારા ગણપતિ પ્રતિમાઓને તૈયાર કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મોટા આયોજનો પર પ્રતિબંધ હોવાના કારણે મૂર્તિકારો આ વર્ષે નાની અને માટીની મૂર્તિઓ બનાવી રહ્યા છે અને તેમાં પણ લોકોમાં જાગૃતિ આવે એવી થીમ બેઇઝડ મૂર્તિ (Theme based Ganpati Idol ) બનાવવાનું મૂર્તિકારો વધારે પસંદ કરતા હોય છે.

ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ગણપતિ આયોજક નીરવ ઓઝાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે ગણપતિ વેક્સીન આપતા હોય તેવી થીમ પર ગણપતિની મૂર્તિ તૈયાર કરાવી છે.મૂર્તિમાં ગણપતિ બાપ્પા ઈન્જેક્શનની સિરીંજ પર બેસેલા છે અને તેમના બીજા હાથમાં લાડુ ને બદલે વેકસીનનો ડોઝ બતાવવામાં આવ્યા છે. જે સંદેશ આપે છે કે લોકો વેક્સિનનો મહત્તમ લાભ લે. નિરવભાઈ પાસે આવી બીજી મૂર્તિઓ તૈયાર કરવાના પણ ઓર્ડર મળી રહ્યા છે.

કોરોના સામે લડવા માટે હાલ વેક્સીન જ એકમાત્ર ઉપાય છે ત્યારે આ ગણપતિ મહોત્સવમાં લોકોને વેક્સિનનો સંદેશો ગણપતિ બાપ્પા આપશે. ગણેશ મહોત્સવ જેવા તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં ભેગા થતા હોય છે ત્યારે ભીડના કારણે કોરોના ન વકરે અને કોરોનાને હરાવવા લોકો વેક્સસિંનું હથિયાર જરૂર અપનાવે તેવો મેસેજ આપતા ગણપતિ આ ગણેશ ઉત્સવમાં જોવા મળશે.

આ પણ વાંચો: Uttarakhand: ઉત્તરકાશીમાં આકાશી આફત, વાદળ ફાટતા 3 લોકોનાં મોત, કાટમાળમાં દબાયેલા લોકો માટે રાહત બચાવ કાર્ય

આ પણ વાંચો:  7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, હવે રૂપિયા 9500 Transport Allowance મળશે, જાણો વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">