Surat : કોર્સ પૂરો કરવાના ચક્કરમાં સુરતની મોટાભાગની શાળાઓમાં ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પણ શરૂ
તહેવારોના દિવસે ખાસ પરીક્ષા કે ડાઉટ ક્લાસ યોજવામાં આવે છે અને ત્યાં સુધી કે સામાન્ય રીતે ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે. પરંતુ , મોટા ભાગની સ્કુલોમાં ધો .12 સાયન્સના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન ફક્ત 4 કે 5 દિવસનું આપવામાં આવે છે.
ગુજરાત સરકારનું શિક્ષણ ખાતું અને ગુજરાત બોર્ડ (Gujarat) ફક્ત શાળા સંચાલનને લગતા નીતિ નિયમો અને ફતવાઓ(Notification ) કાઢ્યા કરે છે , હકીકતમાં સ્કુલો(School ) કેવી રીતે ચલાવવાનું કામ શાળા સંચાલકો અને આચાર્યો જ કરી શકે અને એટલે જ સરકારના ફતવાથી વિપરીત સુરત શહેરની મોટા ભાગની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો .11 ની વાર્ષિક પરીક્ષાઓ યોજાય એ પહેલા જ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ શરૂ કરી દેવામાં આવ્યો છે . બે – પાંચ સ્કુલો નહીં પરંતુ 90 ટકાથી વધુ સ્કુલોએ ફેબ્રુઆરી શરૂ થતાંની સાથે જ ધો .12 સાયન્સનો અભ્યાસક્રમ ભણાવવાનું શરૂ કરી દીધું છે.
શહેરની ટોપમોસ્ટ ગણાતી સાયન્સ સ્કુલના આચાર્યે જણાવ્યું કે ધો .12 સાયન્સનો અભ્યાસક્રમ લાંબો અને અઘરો હોવા ઉપરાંત હવે જેઇઇ જેવી પરીક્ષાઓ વહેલી યોજાય છે , આગામી કેલેન્ડર વર્ષમાં બોર્ડની ધો .12 સાયન્સ ની પરીક્ષાઓ ભલે માર્ચમાં યોજાતી હોય પરંતુ , સ્કુલોએ ધો .12 સાયન્સનો કેલેન્ડર વર્ષમાં ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો કરી દેવો પડે છે. તો જ વિદ્યાર્થીઓને જુદી જુદી એન્ટ્રન્સ એકઝામ તેમજ સેલ્ફસ્ટડી માટે સમય મળી શકે છે . આથી સમયપત્રક બોર્ડ બનાવે અને સ્કુલો એ પ્રમાણે અનુસરે તો ધો .12 નો સિલેબસ પૂરો પણ નહી થઇ શકે . આથી મોટા ભાગની સ્કૂલોએ ફેબ્રુઆરટીના આરંભ સાથે જ ધોરણ 12 સાયન્સનો અભ્યાસક્રમ શરૂ કરાવી જ દેવો પડે છે.
અન્ય સાયન્સ સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે સુરત જ નહીં પણ રાજકોટ , અમદાવાદ જેવા વિજ્ઞાન પ્રવાહના મુખ્ય કેન્દ્રો કે જેનું પરીણામ સારું આવી રહ્યું છે , એ તમામની ધો .૧૨ સાયન્સની સ્કુલોમાં આ જ કેલેન્ડર અનુસાર અભ્યાસક્રમ વહેલો શરૂ કરી દેવામાં આવે છે . જાન્યુઆરીમાં ધો .૧૨ ની પ્રીલીમનરી પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવતા નથી . આથી ધો .11 ના વિદ્યાર્થીઓને ધો .12 નો અભ્યાસ કરાવવાનું શરૂ કરી દેવામાં આવે છે અને આ શિડ્યુલ પ્રમાણેઅમલ થાય તો જ વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અભ્યાસને ન્યાય આપી શકાય તેમ છે.
ધોરણ 12 સાયન્સનાં વિધાર્થીઓને 4-5 દિવસનું જ દિવાળી વેકેશન
ફેબ્રુઆરી માસથી જ ધો .12 સાયન્સનો અભ્યાસ શરૂ કરી દેનારી સ્કૂલોમાં ધો .12 સાયન્સના વિદ્યાર્થીઓને કોઇ જર જાઓ મળતી નથી . દર રવિવારે યુનિટ ટેસ્ટ યોજાતી હોય છે , તહેવારોના દિવસે ખાસ પરીક્ષા કે ડાઉટ ક્લાસ યોજવામાં આવે છે અને ત્યાં સુધી કે સામાન્ય રીતે ગુજરાતની શાળાઓમાં દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે. પરંતુ , મોટા ભાગની સ્કુલોમાં ધો .12 સાયન્સના વિદ્યાર્થીઓને દિવાળી વેકેશન ફક્ત 4 કે 5 દિવસનું આપવામાં આવે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ જ્યારે ધો .11 માં પ્રવેશ મેળવે ત્યારે જ તેમને આ બધી બાબતોથી વાકેફ કરી દેવામાં આવતા હોય છે.
આ પણ વાંચો :