Surat : બારડોલીમાં હળપતિ અને ધોડિયા સમાજના લોકો દ્વારા મકાનોની આકારણી બાબતે નગરપાલિકા ખાતે કરાઈ રજુઆત

|

Jul 27, 2022 | 3:36 PM

બારડોલી(Bardoli ) નગર માં ધોડિયા , હળપતિ , ચૌધરી સમાજ ના લોકો જ્યાં રહે છે.  એ જગ્યા એ સરકાર દ્વારા પ્લોટ ની ફાળવણી કરી  સરકારી યોજના હેઠળ મકાનો ના લાભો આપવા માંગ કરવામાં આવી હતી.

Surat : બારડોલીમાં હળપતિ અને ધોડિયા સમાજના લોકો દ્વારા મકાનોની આકારણી બાબતે નગરપાલિકા ખાતે કરાઈ રજુઆત
Memorandum given to chief officer (File Image )

Follow us on

બારડોલી(Bardoli ) નગર પાલિકા ખાતે હળપતિ , ધોડિયા સમાજ ના લોકો એ આજે બારડોલી નગર પાલિકા ખાતે સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યું હતું. વર્ષો થી વસવાટ કરતા આ જ્ઞાતિ (Community )ના લોકો ના ઘર ની આકરણી નહીં થતા અને વેરો નહીં આવતા સમસ્યા પડી રહી હોવાની ફરિયાદ તેમણે વ્યક્ત કરી હતી. તેમના દ્વારા આ સમસ્યાનું નિરાકરણ લાવવા આવેદન પણ આપવામાં આવ્યું હતું.

સુરત જિલ્લા ના બારડોલી નગર પાલિકા ખાતે આજે મોટી સંખ્યા માં કેટલાક પરિવારો પહોંચ્યા હતા. આ પરિવારોમાં બારડોલી નગર માં વસતા હળપતિ , આદિવાસી , ધોડિયા સમાજ ના લોકો મોટી સંખ્યા માં ભેગા થયાં હતાં. અને તેઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે બારડોલી નગર પાલિકા ખાતે હલ્લાબોલ કર્યું હતું.

તેઓ ની માંગ મુજબ વસવાટ કરતા વિસ્તારો માં વીજ કનેકશન છે , નળ કનેકશન  સાથે પાણી નો વેરો પણ લેવાય છે.  છતાં મકાનો ની આકરણી હજી સુધી કરવામાં આવતી  નથી. અને જેને કારણે સરકારી લાભો થી આવા પરિવારો વંચિત રહે છે. લાંબા સમયથી આ મામલે તેઓ રજૂઆતો કરતા આવ્યા છે. છતાં તેમની ફરિયાદ ન સાંભળવામાં આવતા આજે તેઓમાં રોષ જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

બારડોલી નગર માં ધોડિયા , હળપતિ , ચૌધરી સમાજ ના લોકો જ્યાં રહે છે.  એ જગ્યા એ સરકાર દ્વારા પ્લોટ ની ફાળવણી કરી  સરકારી યોજના હેઠળ મકાનો ના લાભો આપવા માંગ કરવામાં આવી હતી. તેમજ તમામ ના કાચા પાકા મકાનો ની આકારણી કરવામાં માટે માંગ કરી આવેદન પણ આપવામાં આવ્યું હતું.  જોકે પાલિકા ના જણાવ્યા મુજબ સરકાર ના સને 2005 ના પરિપત્ર મુજબ સરકારી કે ખરાબા ની જમીનો પર વસવાટ કરતા રહીશો ને ઘર વેરો તેમજ આકરણી નિયમ પ્રમાણે નહીં થતી હોવાનું બહાર આવ્યું હતું.

જોકે તેમ છતાં આ મામલે કોઈ વચગાળાનો રસ્તો કાઢીને તેઓને સરકારી લાભો આપવામાં આવે તેવી માંગણી આ જ્ઞાતિના લોકો દ્વારા કરવામાં આવી છે. જોવાનું એ રહે છે કે હવે આ લોકોની રજૂઆતોનું નિરાકરણ કેવી રીતે લાવવામાં આવે છે.

Input Credit by Jignesh Mehta (Bardoli )

Next Article