Surat: ઓલપાડમાંથી 60 લાખની કિંમતના 600 કિલો ગાંજાનો જંગી જથ્થો પકડાયો

|

Mar 07, 2022 | 6:23 PM

ઓલપાડવવા સાયણ ખાતે આઇસર ટેમ્પોમાંથી 60 લાખથી વધુની કિંમતનો 600 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે એકને ઝડપાયો હતો. ગાંજાનો જથ્થો મગાવનાર અને મોકલનાર અન્ય 6 વોન્ટેડ જાહેર કરાયા છે.

Surat: ઓલપાડમાંથી 60 લાખની કિંમતના 600 કિલો ગાંજાનો જંગી જથ્થો પકડાયો
ઓલપાડમાંથી 60 લાખની કિંમતના 600 કિલો ગાંજાનો જંગી જથ્થો પકડાયો

Follow us on

સુરત (Surat) માં ઓલપાડ (Olpad) ના સાયણ ગામ પાસેથી પોલીસ (Police) એ આઇસર ટેમ્પોમાંથી 60 લાખથી વધુની કિંમતનો 600 કિ.ગ્રા ગાંજા (marijuana) ના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.પોલીસે જણાવ્યું હતું કે બાતમીના આધારે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. ગાંજાનો જથ્થો મગાવનાર અને મોકલનાર ને 6 ને વોન્ટેડ જાહેર કરાયા છે.

એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટરે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે ટીમો બનાવી ચોક્કસ દિશામાં વર્ક આઉટ કર્યું હતું. આજરોજ બાતમી આધારે સાયણ પટેલ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્રમુખ ટેક્ષ નામની કંપનીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટની સામે યુરો ટેક્ષ્ટાઇલ પાર્કની એક આઇસર ટેમ્પોમાંથી વગર પાસ-પરમીટના માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા જાવીદ ઇકબાલ શેખ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે ગાંજાનો જથ્થો મગાવનાર અને મોકલનાર 6ને વોન્ટેડ જાહેર કરાયા છે.

ઓલપાડમાં આઇસર ટેમ્પોમાંથી 60 લાખથી વધુની કિંમતનો 600 કિ.ગ્રા. ગાંજાના જથ્થા સાથે એકને ઝડપાયો હતો. ગાંજાનો જથ્થો મગાવનાર અને મોકલનાર 6 વોન્ટેડ જાહેર કરાયા છે જેમાં પોલીસે પકડેલા આરોપી ઝડપાયેલા જાવીદ ઇકબાલ શેખ ઉ.વ.36 રહે-મ.નં-39, ગલી નં-2, બાપુ ગાંધીનગર, માલેગાંવ, જીલ્લો નાસિક (મહારાષ્ટ્ર)નો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વોન્ટેડ આરોપીઓમાં માલ લઇ આવનાર આઇશર ટેમ્પાના ડ્રાયવર રબી સન્યાસી મહાપાત્ર, માલ મંગાવનાર નારાયણ દયા જેના રહે- હાલ સુરત શહેર મુળ રહે- ખલીકોટ (ઓડિશા) બીજો માલ મંગાવનાર રાજેશ મંગલુ રાઉત રહે – હાલ-સુરત શહેર મુળ રહે-સચીના, માલ મોકલનાર- ચિત્રા વૃંદા પરીદા રહે- સચીના, ગંજામ (ઓડિશા) નો સમાવેશ થાય છે.

મહત્વનું એ છે કે સુરત શહેરમાં પહેલા ગાજનું એપી સેન્ટર કહેવામાં આવતું હતું પણ રેલવે પોલીસ અને સીટી પોલીસ દ્વારા સતત ઓપરેશનો ચાલુ રાખતા ગાજાનું નેટવર્ક પડી ભાગ્યું છે નહીં તો બે દિવસ થાય ને સુરતમાંથી ગાંજાનો જથ્થો મળી આવતો હતો. ત્યારે આ વેપારીઓ અને માસ્ટર માઇન્ડ જે ગાંજાનો વેપાર કરી રહ્યા છે તે લોકો સુરત જિલ્લાના રૂરલ વિસ્તારમાં વેપાર કરી રહ્યા છે જે ખાસ કરીને ખેતરોમાં ગોડાઉનમાં રાખવામાં આવે છે અને જે રીતે ઓર્ડર મળે તે રીતે અલગ અલગ વિસ્તારોમાં સ્પલાય કરતા હોય છે.

 


 

આ પણ વાંચોઃ Surat: પાંડેસરાના માતા-બાળકી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, સહ આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ

આ પણ વાંચોઃ Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો

Published On - 6:17 pm, Mon, 7 March 22

Next Article