Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો

છોડ અંગેનો સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર અને આરએમઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે તપાસ કરવાનું કહી અને યોગ્ય ઉત્તર આપવાને બદલે ભેદી મૌન ધારણ કરી લીધું હતું.

Surat : સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ, તપાસ થાય તે પહેલા બાળી દેવામાં આવ્યો
સિવિલ પરિસરમાં ગાંજાનો છોડ મળી આવતા વિવાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 5:37 PM

સુરત (Surat) નવી સિવિલ હોસ્પિટલ (civil hospital) તંત્ર હમેશા વિવાદમાં રહે જ છે. દરમિયાન હવે વધુ એક વિવાદ ઉભો થઇ ગયો છે. હોસ્પિટલ પરિસરમાં સંભવિત ગાંજા (marijuana) નો છોડ મળી આવતા જાત જાતની ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે.એટલુંજ નહીં પણ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ આ છોડ અંગે યોગ્ય તપાસ કરાવે તે પહેલા જ તેને બાળી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ છોડ અંગે હાલમાં તપાસ (investigation)  કરાવવાના નામે હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને આરએમઓએ ભેદી મૌન ધારણ કર્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલમા આવેલ મેડિકલ આઇસીયુ પાસે ગાંજાનો છોડ મળી આવતા વિવાદ ઉભો થઇ ગયો છે.એટલું જ નહીં વિવાદ તો ત્યાંરે વધુ વકર્યો જ્યારે આ છોડ અંગેનો મામલો હોસ્પ્ટિલના આરએમઓ ડો.કેતન નાયક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર સુધી પહોંચ્યો હતો પરંતુ તેઓ યોગ્ય તપાસ કરાવે તે પહેલા જ છોડને બાળી દેવામાં આવ્યો હતો.

આ છોડ બાળી દેવામાં પણ કોઈ પોલીસ (Police)  કર્મી હોવાની વાત સામે આવી છે. જ્યારે ખરેખર આ છોડ ક્યાંથી આવ્યો? કઈ રીતે ઉગ્યો હતો? કે પછી કોઈ દ્વારા ઉગાડવામાં આવ્યો હતો? વિગેરે પ્રશ્નો બાબતે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર અને આરએમઓનું સંપર્ક કરવામાં આવતા તેમણે તપાસ કરવાનું કહી અને યોગ્ય ઉત્તર આપવાને બદલે ભેદી મૌન ધારણ કરી લીધું હતું. એટલું જ નહીં હોસ્પિટલના અધિકારીઓ દ્વારા આ છોડ અંગે યોગ્ય તપાસ કરાવવામાં આવે તે પહેલા જ બાળી દેવામાં આવ્યો છે. જેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા હતા.

મની પ્લાન્ટના પાનનું પીળા પડી જવું કઈ વાતનો સંકેત આપે છે?
જગન્નાથ મંદિરની ધજા લઈને ઉડી ગયું ગરુડ! શું કોઈ મોટી આફતના સંકેત છે?
Cucumber: કાકડી કઈ રીતે ખાવા વધુ ફાયદાકારક છે - છાલ સાથે કે છાલ વગર?
આજનું રાશિફળ તારીખ : 15-04-2025
Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો

હોસ્પિટલ પરિસરમાં ગંજેડીઓનું ન્યુસન્સ, તંત્રના આંખ આડા કાન

સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ જિલ્લા ક્ષય કેન્દ્ર,કેન્સર હોસ્પિટલ સામે, જૂની કેઝયુલીટી પાછળ સહીત ઠેર ઠેર ગંજેડીઓ બેસીને સિગરેટમાં ગાંજો ભરીને દમ મારતા દેખાય છે. એટલું જ નહીં પણ આ સિવાય અન્ય કેટલાક પ્રકારનો નશો પણ અહીયા કરવામાં આવતો હોય છે, આ અંગે આરએમઓ સહિતના અધિકારીઓને અનેકવાર ફરિયાદ અને રજૂઆતો કરવામાં આવી છે છતાં તેઓ આવા તત્વોને ખસેડવા કે યોગ્ય કાર્યવાહી કારવામાં આવતી નથી અને તેઓ આ આંખ આડા કાન કરી દેતા હોય છે તેવું જણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad: બાગબાન ગ્રુપ પર IT વિભાગના દરોડા, 31 સ્થળોએ તપાસ સહિતની કાર્યવાહી

આ પણ વાંચોઃ Surat: પુણા વિસ્તારમાં એમ્બ્રોઈડરી ખાતામાં ચપ્પુની અણીએ લૂંટ કરનારા પોલીસ સકંજામાં

સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
સિયાપુરામાં બે જૂથ વચ્ચે અથડામણ, ટોળાએ બેથી વધુ બાઈકને સળગાવ્યા
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
ગુજરાતમાં હીટવેવ ફરી મચાવશે હાહાકાર ! જાણો તમારા જિલ્લાઓનું હવામાન
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
g clip-path="url(#clip0_868_265)">