Surat: હાર્દિકે કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો છે, નરેશ પટેલ બે દિવસથી અમારા સંપર્કમાં: કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા
રઘુ શર્માએ જણાવ્યું હતું કે નરેશ પટેલ (Naresh Patel )છેલ્લા બે દિવસથી મારા સતત સંપર્ક માં છે અને બે દિવસ અગાઉ નરેશ પટેલ સાથે બે કલાક જેટલી ચર્ચા પણ કરવામાં આવી છે અને નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માગતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા છે
ગુજરાતમાં (Gujarat) આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી (Election) આવવાની છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પોતાની કમર કસી રહી છે. પાટીદાર નેતા હાર્દિક પટેલે (Hardik Patel ) કોંગ્રેસને અલવિદા કહી દીધું છે તેને લઈને કોંગ્રેસના પ્રભારીએ સુરતમાં એક નિવેદન આપ્યું છે. કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે સુરતના મહેમાન બન્યા હતા. તેઓએ નિવેદન આપ્યું છે કે હાર્દિકને કોંગ્રેસ પાર્ટીમાં તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં તેને તમામ જવાબદારી આપી દીધી હતી. કાર્યક્રમ તો પોતે કરવાના રહેતા હોય છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનો તેમનો વિચાર આજકાલનો નહોતો. છેલ્લા ઘણા સમયથી જે ખિચડી રંધાય હતી, ત્યારબાદ હાર્દિકે આ રાજીનામું આપ્યું છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પાટીદાર સમાજના આગેવાન એવા નરેશ પટેલ અને હાર્દિક પટેલના રાજકારણને લઈને અનેક રીતે ચર્ચા વિચારણા અને નવી નવી વાતો સામે આવતી રહે છે. ત્યારે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા આજે સુરતની મુલાકાતે હતા અને કોંગ્રેસના આગેવાનો સાથે દક્ષિણ ગુજરાતમાં બારડોલી ખાતે બેઠક યોજાવાની છે, તેમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ ચર્ચા વિચારણા થઈ શકે છે. ત્યારે રઘુ શર્માને પાટીદાર નેતા નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે, તે સવાલ પત્રકારો દ્વારા પૂછવામાં આવ્યો હતો.
જેના જવાબમાં રઘુ શર્માએ જણાવ્યું હતું કે નરેશ પટેલ છેલ્લા બે દિવસથી મારા સતત સંપર્ક માં છે અને બે દિવસ અગાઉ નરેશ પટેલ સાથે બે કલાક જેટલી ચર્ચા પણ કરવામાં આવી છે અને નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માગતા હોય તો તેમના માટે દરવાજા ખુલ્લા છે. ત્યારે આ તમામ વાતોને અટકળો ઉપરથી કહી શકાય છે કે જે રીતે રાજકારણ ગરમાઈ રહ્યું છે. હવે જોવાનું એ નરેશ પટેલ કઈ પાર્ટીમાં જોડાય છે તેના પર લોકોની નજર મંડાઇ રહી છે. જ્યારે બીજી બાજુ હાર્દિક પટેલે કોંગ્રેસ પાર્ટી છોડતા તેમણે જણાવ્યું હતું કે આજકાલનું નથી પણ છેલ્લા ઘણા સમયથી તેણે ખીચડી રાંધી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસે હાર્દિક પટેલને નાની ઉંમરમાં ઘણું બધું આપ્યું હતું છતાં તેણે પાર્ટી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હાર્દિક પટેલને તમામ સુવિધાઓ આપવામાં આવી હતી. રાજકીય કાર્યક્રમો તો તેણે પોતે કરવાના હોય છે.