Surat : મોટો હાશકારો, કોરોનાએ વિદાય લેતા હવે પહેલી માર્ચથી ટેસ્ટિંગ સિવાયની પ્રવૃત્તિ બંધ કરાશે

|

Feb 25, 2022 | 9:02 AM

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

Surat : મોટો હાશકારો, કોરોનાએ વિદાય લેતા હવે પહેલી માર્ચથી ટેસ્ટિંગ સિવાયની પ્રવૃત્તિ બંધ કરાશે
કોરોનાના કેસો ઘટતા ટેસ્ટિંગ સિવાયની કામગીરી તબક્કાવાર બંધ કરાશે(File Image )

Follow us on

કોરોનાની(Corona ) ત્રીજી લહેરની સંભવિત સમાપ્તિની સાથે મનપા (SMC) તંત્ર દ્વારા પણ હવે કોવિડ સંબંધિત કામગીરી બંધ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ(Health Department ) દ્વારા કોરોના દરમિયાન કરવામાં આવેલ કામગીરીનું ભારણ 50 ટકાથી પણ વધુ હાલ ઘટાડી દેવાયું છે અને આગામી 1 લી માર્ચથી હેલ્થ સેન્ટરોમાં કોવિડ ટેસ્ટિંગ સિવાયની તમામ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવશે.

હાલ પણ સુરત મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી રથ મારફતે શહેરમાં ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે. પ્રતિદિન અંદાજે 7 હજાર જેટલાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે , પરંતુ પહેલી માર્ચથી સંજીવની રથ , ધન્વંતરી રથની સુવિધા બંધ કરવામાં આવશે.

એટલું જ નહીં ત્રીજી લહેર દરમિયાન તાત્કાલિક અસ૨ થી કોન્ટ્રાક્ટ ધોરણે ઊભી કરાયેલ મેનપાવર , મશીનરી પણ છૂટી કરવામાં આવશે . ફક્ત હેલ્થ સેન્ટરો પર કાર્યરત કોવિડ ટેસ્ટ યથાવત રાખવામાં આવશે . ઝોનોમાં સ્થિત કોરોનાના કંટ્રોલરૂમો પણ પહેલી માર્ચથી બંધ કરાશે. જ્યારે વેસુ ખાતે સ્થિત સેન્ટ્રલ કંટ્રોલરૂમ 15 માર્ચ સુધી કાર્યરત રાખવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે 1200 જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે.

મનપાએ મહામારી દરમ્યાન કરારબદ્ધ કરેલ મેન એન્ડ વોર્ડબોય , આયા , સહીત 444 લોકો કરાર હેઠળ છે , જયારે ફાયર વિભાગમાં 43 જેટલા ડ્રાઈવરો કરાર હેઠળ કાર્યરત છે. કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ હેઠળ થયેલ આ ભરતીમાંથી તબક્કાવાર સ્ટાફ છૂટો કરી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરાશે.

શહેરમાં કોરોનાના 7 , ગ્રામ્યમાં 10 કેસ શહેરમાં કોરોનાના કેસોમાં આંશિક વધારો થયો છે . છેલ્લા 24 કલાકમાં શહેરમાં 7 કેસ સામે આવ્યા છે. જે પૈકી માત્ર ત્રણ ઝોનમાં કેસો આવ્યા છે. અન્ય છ ઝોનમાં કેસો આવ્યા ન હતા . રાંદેર ઝોનમાં 03 , અઠવા ઝોનમાં 03 અને વરાછા એમાં 01 કેસ સામે આવ્યા છે. શહેરમાં 27 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. ગ્રામ્યમાં કોરોનાના નવા 10 કેસ સામે આવ્યા છે.

આજે ત્રણ દિવસ બાદ ફરી એક દરદીનું કોરોનાની સારવાર હેઠળ મોત થયું હતું. મહુવામાં 47 વર્ષીય મહિલાનું કોરોનાની બીમારીમાં મોત નીપજ્યું છે. ગ્રામ્યમાં બારડોલી અને માંડવીમાં 03-03 કેસો જાહેર થયા છે . ઓલપાડમાં 02 , માંગરોળ અને ચોર્યાસીમાં 01-01 કેસ બહાર આવ્યા છે. જ્યારે અન્ય ચાર તાલુકામાં એક પણ નવા કેસ સામે આવ્યા નથી . ગ્રામ્યમાં 15 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે .

આ પણ વાંચો :

Surat : નવસારી બજારથી સગરામપુરા સુધીના રસ્તા પર ટ્રાફિક જામનો રસ્તો શોધવા પ્રયાસ

સુરત : એક યુવક અચાનક ગટરમાં પડી ગયો, 12 કલાક સુધી જીવ બચાવવા ગટરમાં મથામણ કરી, જાણો પછી શું થયું ?

Next Article