Ahmedabad : AMCની સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટરના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પર ગંભીર આક્ષેપો

શુક્રવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ વનાલીયા પર ગંભીર આક્ષેપો લગાવવામા આવ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 6:45 AM

Ahmedabad : કોઇ કર્મચારીની ટ્રાન્સફર કરવામાં આવી હોય અને તેમ છતાં આવા કર્મચારી અન્ય વોર્ડમાં ફરજ બજાવતા હોય આવુ માત્ર એએમસીમા શક્ય છે. આ પ્રકારનો ગંભીર આક્ષેપ ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા સામાન્ય સભામા કરવામાં આવ્યો. શુક્રવારે મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના ચાંદખેડા કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કિરણ વનાલીયા પર ગંભીર આક્ષેપો લગાવવામા આવ્યા. એટલું જ નહિ આસિસ્ટન્ટ કમિશનરને આ વોર્ડ ઇન્પેક્ટર દ્વારા એક ફ્લેટ આપવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ સામાન્ય સભામાં કરવામાં આવતા સભામા સોપો પડી ગયો હતો.

કોર્પોરેટરે સામાન્ય સભામાં આ બાબતે વિજીલન્સ તપાસની માંગ કરી છે. દરેક અધિકારીએ નોકરીના સમયે પોતાની તમામ મિલકતો જાહેર કરવાની હોય છે. ત્યારે આ અધિકારીએ ફલેટ કેવી રીતે લીધો અને કયા પૈસાથી લીધો તેની તપાસની પણ માંગ કરવામાં આવી છે.આ મામલે મેયર આ આક્ષેપોને એકબીજા સામે હોવાનુ અને ધારે તો કોર્ટમાં જવાનું કહ્યું હતું.

બીજી તરફ સીજી રોડ ડેવલપમેન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ કરાયા હોવાનો આક્ષેપ પણ ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા કરવામાં આવ્યો. એટલું જ નહીં સીજી રોડ પર લગાવવામાં આવેલા પોલ ચાઇનાની કંપની પાસેથી ખરીદવામાં આવ્યા હતા જે દોઢ વર્ષથી ધૂળ ખાઇ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે ખરીદાયેલા પોલનુ એવી રીતે સોફ્ટવેર આપવામાં આવ્યું હતું કે એએમસીનો તમામ ડેટા ચાઇના કંપની ના સોફ્ટવેર માં જતો હતો અને તે ત્યાંથી પરત કોર્પોરેશન આવતો હતો.

આટલી ગંભીર બેદરકારી છતી થતા આખરે હવે નવો સોફ્ટવેર બનાવવામા કોર્પોરેશન લાગ્યું છે પરંતુ તેમાં સફળતા ન મળતા કરોડો રૂપિયા ખર્ચ સાથે તૈયાર કકાયેલા પોલ ધુળ ખાય છે અને ખર્ચાયેલા પ્રજાના કરોડો રુપિયા પાણીમાં ગયા છે. જેની વસુલાત આખરે કયા અધિકારી પાસેથી કરવી એક મોટો પ્રશ્ન બની ગયો છે. આ બાબતે રાજશ્રી કેસરી એ વિજીલન્સ તપાસની માંગ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">