Surat : હવે સમિતિની શાળાઓ 4 માળની બનશે, વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને લઈને લેવાયો નિર્ણય
સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને હયાત ભવનોમાં વધારાના માળ બાંધવા સાથે જે પણ નવી શાળાઓ બનાવવામાં આવશે તેના માટે લઘુત્તમ ચાર માળની ઊંચાઈનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત (Surat ) મહાનગરપાલિકા દ્વારા સને 2022-23ના ડ્રાફ્ટ બજેટમાં (Budget ) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હયાત શાળાઓમાં વર્ગખંડોની(Classrooms ) સીમિત સંખ્યાને ધ્યાને રાખીને ફિઝીબિલીટી રિપોર્ટના આધારે ચાર માળ સુધીના બાંધકામની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ હવેથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા માટે જે પણ નવા ભવનો બનાવવામાં આવશે તે લિફ્ટની સુવિધા સાથે ચાર માળ સુધીના બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં અંદાજે 1.50 લાખથી વિદ્યાર્થીઓ 300થી વધુ શાળાઓમાં અભ્યાસ કરે છે.
અલગ-અલગ માધ્યમમાં શૈક્ષણિક સુવિધા આપનાર સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા સ્કુલ બોર્ડમાં વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાને રાખીને હયાત ભવનોમાં વધારાના માળ બાંધવા સાથે જે પણ નવી શાળાઓ બનાવવામાં આવશે તેના માટે લઘુત્તમ ચાર માળની ઉંચાઈનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે ભવિષ્યમાં આ શાળાઓમાં પણ વર્ગખંડની અછતની સમસ્યા નિવારી શકાય. આ સિવાય આ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાને રાખીને લિફ્ટ પણ રાખવામાં આવશે.
નજીકના ભવિષ્યમાં 17 જેટલી નવી શાળાઓ બનાવાશેઃ વિમલ દેસાઈ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિમલ દેસાઈએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ 15થી 17 નવી શાળાઓ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જો કે, સર્વે અને ફિઝીબિલીટી રિપોર્ટ બાદ આ શાળાઓના બાંધકામ સંદર્ભે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના કારણે શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારોની આવકમાં ધરખમ ઘટાડો નોંધાવાને પગલે પરિવારો દ્વારા પોતાના ભુલકાંઓના નામ ખાનગી શાળામાંથી કમી કરાવીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નામ દાખલ કરવામાં આવ્યા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા બે વર્ષમાં હિન્દી, ઉર્દુ અને મરાઠી સહીત ગુજરાતી માધ્યમની શાળાઓમાં નવા 25 હજારથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નોંધાઈ છે.
સ્કૂલ બોર્ડમાં વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને હયાત ભવનોમાં વધારાના માળ બાંધવા સાથે જે પણ નવી શાળાઓ બનાવવામાં આવશે તેના માટે લઘુત્તમ ચાર માળની ઊંચાઈનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે ભવિષ્યમાં આ શાળાઓમાં પણ વર્ગખંડની અછતનો પ્રશ્ન નિવારી શકાય.
આ પણ વાંચો : Kutch: મંદિરમાં ચોરી કરતી ગેંગ પોલીસે ઝડપી ,સીસીટીવીની મદદથી ભેદ ઉકેલાયો