Surat : મહાનગરપાલિકાની સ્મીમેર મેડિકલ કોલેજની 50 બેઠકો વધારવાનો સરકારનો નિર્ણય
સ્મીમેર મેડિકલ કોલેજમાં 209 જેટલી બેઠકો હતી. પરંતુ આટલી સીટો પણ ઓછી પડતી હોય તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ વધારે આવી રહી હતી. જેથી આ બેઠકો વધારવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. અવારનવાર આ માટે રજૂઆતો કરવામાં આવી હતી.
સુરત મહાનગરપાલિકા (SMC) સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજની 50 બેઠકો(Seat ) વધારવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી બેઠકો વધારવાની માંગણી (Demand )કરવામાં આવી રહી હતી. અને આખરે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની દરમ્યાનગીરીને ધ્યાને લઇ 50 બેઠકો વધારવામાં આવી છે. સુરત મહાનગર સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજમાં ફક્ત સુરત જ નહી પરંતુ અન્ય શહેરોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. અન્ય કોલેજની સરખામણીમાં સ્મીમેર મેડીકલ કોલેજની ફી ઓછી હોય વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળે છે.
અત્યાર સુધી સ્મીમેર મેડિકલ કોલેજમાં 209 જેટલી બેઠકો હતી. પરંતુ આટલી સીટો પણ ઓછી પડતી હોય તેની સામે વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ વધારે આવી રહી હતી. જેથી આ બેઠકો વધારવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. અવારનવાર આ માટે રજૂઆતો કરવામાં આવી હતી. અને બેઠકો વધારવાની માંગણી પણ કરવામાં આવી હતી.
કોલેજના વિદ્યાર્થીઓ અને સત્તાધીશો દ્વારા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ બાબતે લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. અને મેડિકલ કોલેજમાં સીટો વધારવાની કેમ જરૂર છે તેની વિસ્તૃત માહિતી પણ રજૂ કરવામાં આવી હતી. મંત્રી મનસુખ માડવીયાની સરકાર સમક્ષ રજુઆતને પગલે સ્મીમેર મેડીકલ કોલેજની 50 બેઠકો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . બેઠકોનો વધારો કરતા મેડીકલ ક્ષેત્રે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ ભારે ભરખમ ફી ભરીને અન્ય શહેરોમાં અભ્યાસ કરવા માટે જવુ પડશે નહી .
આ બેઠકો વધવાથી સુરત અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને તેનો મોટો ફાયદો થશે. સરકારના આ નિર્ણયને પગલે વિદ્યાર્થીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના હીત માટે લેવાયેલા આ નિર્ણયને શહેર પ્રમુખ સહીતના આગેવાનોએ વધાવી લીધો હતો . આ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી , કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયા અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર વ્યક્ત પણ કરવામાં આવ્યો હતો. આમ, પહેલા 209 જેટલી સીટો હતી જેમાં વધારાની 50 સીટો ઉમેરાતા વિધાર્થીઓને મોટી રાહત થઇ છે.
આ પણ વાંચો :
Number 1 : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે, અમદાવાદ છઠ્ઠા નંબરે
સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ હડતાલ પાડતાં અમરનાથ યાત્રિકો અટવાઈ ગયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-