Surat: રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

|

Nov 21, 2022 | 9:06 PM

સુરતમા ઓટો રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 51 હજારની મત્તા કબજે કરી હતી.તેમજ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો

Surat: રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ગેંગ ઝડપાઇ
Surat Police Arrest Loot Accused

Follow us on

સુરતમા ઓટો રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 51 હજારની મત્તા કબજે કરી હતી.તેમજ પુણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરત ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસ નજીકથી રીક્ષામાં મુસાફરોના સ્વાંગમાં પેસેન્જરોના મોબાઈલ તેમજ પાકીટની ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી હતી. પોલીસે તેઓની પાસેથી ચોરી કરેલા રોકડા રૂપિયા ૪૫૦૦, 3 મોબાઈલ અને એક ઓટો રીક્ષા મળી કુલ ૫૧ હજારની મત્તા કબજે કરી હતી.

રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી 4500 રૂપિયા ચોરી કરી લીધા હતા

સુરત પોલીસ તપાસમાં આરોપીઓએ ગત 19 નવેમ્બરના રોજ પુણા પાટિયા પાસે આવેલા સીએનજી પંપ પાસે સમીર સંજયભાઈ ચોબે નામના યુવકને રીક્ષામાં બેસાડી તેની નજર ચૂકવી 4500 રૂપિયા ચોરી કરી લીધા હતા. આ મામલે પુણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. વધુમાં પકડાયેલા ચારેય આરોપીઓ અગાઉ સલાબતપુરા, કાપોદ્રા, વરાછા, ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યા છે. ડીસીબી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કોની કોની ધરપકડ કરાઈ

૧] અઝહર ઉર્ફે બાબા ગની શેખ (ઉ.૩૨, ધંધો રીક્ષા ડ્રાઈવર, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત)

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

૨] આસિફ ઉર્ફે બંટા શબ્બીર શેખ (ઉ.૨૪, ધંધો, મજૂરી, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત)

3] ફારૂક ઉર્ફે શો યુસુફ મિરઝા (ઉ.૩૬, ધંધો, બીમ પસારવાની મજુરી, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત)

૪] શરીફ ઉર્ફે કાલીયા ચાંદ શેખ (ઉ.૨૬, ધંધો મજુરી, રહે, એસએમસી આવાસ, ભેસ્તાન, સુરત)

Published On - 9:03 pm, Mon, 21 November 22

Next Article