Surat: કોસાડ આવાસમાં પકડાયેલા 4 કરોડના ડ્રગ્સ કેસમાં 4 લોકોની ધરપકડ

ક્રાઇમ બ્રાંચે પેડલર ફૈસલ અબ્દુલ, વાસીફ ચૌધરી, સાગર પાલ અને અનિકેત પ્રકાશ શિંદેની ધરપકડ કરી છે. સાથે સાડા ત્રણ લાખની રોકડ અને 6 મોબાઇલ 77 હજારની કિંમતના કબજે કર્યા છે. વાસિફ અને ફૈસલ નામના શખ્સ MD ડ્રગ્સનું વેચાણ કરતા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 3:05 PM

સુરતમાં અમરોલીના કોસાડ આવાસ અને પાંડેસરાના ડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાંચે કાર્યવાહી કરતા રૂપિયા 4 કરોડનું MD ડ્રગ્સ મોકલનારા મુંબઈના પેડલર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચે પેડલર ફૈસલ અબ્દુલ, વાસીફ ચૌધરી, સાગર પાલ અને અનિકેત પ્રકાશ શિંદેની ધરપકડ કરી છે. સાથે સાડા ત્રણ લાખની રોકડ અને 6 મોબાઇલ 77 હજારની કિંમતના કબજે કર્યા છે. વાસિફ અને ફૈસલ નામના શખ્સ MDનું વેચાણ કરતા હતા. વાસીફ અને ફૈસલ બાળપણના મિત્રો છે અને બંને એમડીનું વેચાણ કરતા હતા. આરોપી ચંદન અને અનિકેત એમડી વેચાણ કરવા માટે વાસીફનો સંપર્ક કરતા હતા.

14 નવેમ્બરના રોજ સુરતમાં 1.50 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું હતું. આ ડ્રગ્સ અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી  હતી. આ તપાસ આગળ વધતા પોલીસે આજે મુંબઇના  પેડલર સહિત 4 લોકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે 13 નવેમ્બરના રોજ ગુજરાત ATS અને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્લીથી 8 કિલો હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

બાતમીના આધારે દિલ્લીના લાજપતનગર વિસ્તારમાંથી આરોપી હતમતઉલ્લાહની ગાડીની ડેકીમાંથી 8 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો. મૂળ પાકિસ્તાનનો આરોપી હતમતઉલ્લાહ પાછલા 4 વર્ષથી દિલ્હીમાં ટુરિસ્ટ વિઝા પર રહેતો હતો. ગત મહિને ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ દરિયામાંથી 50 કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની નાગરિકોને ઝડપ્યા હતા. જેની પાસેથી મળેલી બાતમીના આધારે દિલ્હીના લાજપતનગરમાંથી હતમતઉલ્લાહ નશાના સામાન સાથે ઝડપાયો હતો.

તારીખ 12 નવેમ્બરના રોજ અમદાવાદમાં ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ

ગુજરાત ATS દ્વારા 12 નવેમ્બરે મોટી કામગીરી કરતા જુહાપુરામાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. એટીએસ દ્વારા  જુહાપુરામાંથી શહેજાદ અને મોહમદ નોફીલની ધરપકડ કરી છે. બે દિવસ પહેલાં ભુજથી આવેલા શખ્સ પાસેથી ડ્રગ્સ પકડાયું હતું. કુલ 2.80 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">