Surat: દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ખેડૂતોને 8 કલાક વીજળી આપી,  522 વીજ ફીડરોમાં વીજ પુરવઠો અપાયો

Surat: દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ ખેડૂતોને 8 કલાક વીજળી આપી, 522 વીજ ફીડરોમાં વીજ પુરવઠો અપાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 10:27 PM

ખેડૂતો અને આગેવાનોની લાંબી લડત બાદ ઉર્જા પ્રધાન અને રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના 522 વીજ ફીડરોમાં પુરતો પુરવઠો આપ્યો. આ વીજળીનો પુરવઠો મળતા ખેડૂતોનો મોટો ફાયદો મળશે.

Surat: દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ (Power company) ખેડૂતોને (Farmers) 8 કલાકનો સતત વીજ પુરવઠો પૂરો પાડ્યો. ખેડૂતો અને આગેવાનોની લાંબી લડત બાદ ઉર્જા પ્રધાન અને રાજ્ય સરકારે (Government)દક્ષિણ ગુજરાતના 522 વીજ ફીડરોમાં પુરતો પુરવઠો આપ્યો. આ વીજળીનો પુરવઠો મળતા ખેડૂતોનો મોટો ફાયદો મળશે. જેમાં 2 લાખ હેક્ટરમાં શેરડી ઉપરાંત શાકભાજી અને ઉનાળુ પાકને પણ લાભ થશે. દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાનોએ પૂરતો વીજ પુરવઠો મળતા રાજ્ય સરકારનો આભાર માન્યો.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ પુરવઠાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વીજ કંપનીઓ દ્વારા આપવામાં આવતા વીજ સપ્લાયના સમયમાં ઘટાડો કરી દેવાયો હતો. તેને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો.

દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ પાક લેવા માટેની તૈયારી થઈ રહી છે ત્યારે વીજ પુરવઠાના સમયમાં કરવામાં આવેલા ફેરફારથી ખેડૂતોની ચિંતામાં મુકાયો હતો. બીજી તરફ દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો શેરડીના પાક માટે પણ સમસ્યા ઊભી થઈ હતી. જેને પગલે ઉર્જા મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને આઠ કલાક વીજળી અપાશે. જેથી બે લાખ હેક્ટર વાવેતરમાં મબલક પાક થશે.

આ પણ વાંચો :Mumbai: ઘાટકોપરમાં MNS કાર્યાલયમાં લાઉડસ્પીકર પર વગાડવામાં આવી હનુમાન ચાલીસા, રાજ ઠાકરેએ ગઈકાલે આપી હતી ચેતવણી

આ પણ વાંચો : MS Dhoni Run Out: ધોનીની સ્ફૂર્તી અને ઝડપ સામે પંજાબને 30 વર્ષનો યુવા બેટ્સમેન નિષ્ફળ, 6 વર્ષ જૂની યાદ તાજી કરાવી

g clip-path="url(#clip0_868_265)">