Surat : ટેલિગ્રામમાં લિંક મોકલી છેતરપીંડી કરનાર ઝડપાયો

યુવક નફાની લાલચમાં રાહ જોતો રહ્યો હતો.જો કે ઘણો સમય વિત્યો અને તમામ ટાસ્ક પૂર્ણ કર્યા બાદ પણ યુવકને કોઈ નફોના મળતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી .સાયબર ક્રાઈમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન મહારાષ્ટ્રના પુણે ખાતેથી આરોપી દર્શન હેમંત દિગમ્બરને ઝડપી પાડ્યો હતો

Surat : ટેલિગ્રામમાં લિંક મોકલી છેતરપીંડી કરનાર ઝડપાયો
Surat Fraud Accused Arrested
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 24, 2023 | 6:27 AM

સુરતમા(Surat)ટેલિગ્રામમાં(Telegram)લિંક મોકલી હોટલના નામે ટાસ્ક પૂર્ણ કરવા થી સારું કમિશન મળશે તેવી લાલચ આપી સુરતના ઈસમ પાસેથી અલગ અલગ રીતે કુલ 20 લાખ થી વધુનું રોકાણ કરાવી છેતરપીંડી આચરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઇ હતી.જેને લઈ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.

સુરત શહેર માં વિવિધ લાલચ આપી લોકો સાથે છેતરપીંડીની ઘટના બનતી રહે છે.તેવામા સુરતના એક યુવકના ફોનમા ટેલિગ્રામમાં લિંક આવી હતી.આ લિંક ઓપન કરતા તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી તેમજ આપેલા વિવિધ ટાસ્ક પૂર્ણ કરે તો વધુ નફો થાય તેમ જણાવી સૌ પ્રથમ યુવક પાસેથી 6 લાખ થી વધુ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું .ત્યાર બાદ ફરીથી તેમને વધુ નફો કરાવવાની લાલચ આપી ફરી 14 લાખથી વધુનું રોકાણ કરાવ્યું હતું.

જેમાં ત્યારબાદ યુવક નફાની લાલચમાં રાહ જોતો રહ્યો હતો.જો કે ઘણો સમય વિત્યો અને તમામ ટાસ્ક પૂર્ણ કર્યા બાદ પણ યુવકને કોઈ નફોના મળતા તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી .સાયબર ક્રાઈમે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન મહારાષ્ટ્રના પુણે ખાતેથી આરોપી દર્શન હેમંત દિગમ્બરને ઝડપી પાડ્યો હતો.સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">