Surat : સ્કૂલની મોંઘી ફીથી કંટાળીને માતાએ શરૂ કર્યું હોમ સ્કુલિંગ : દીકરીને ભણાવવા માટે ઘરમાં જ બનાવી શાળા અને પુસ્તકાલય

લાયબ્રેરીમાં લગભગ 15 હજાર પુસ્તકો ભેગા કર્યા છે. પરિવારે હજુ નક્કી કર્યું નથી કે ભવિષ્યમાં પુત્રીનું શું થશે, પરંતુ તેણી કંઈક અલગ કરવા માંગે છે. તેણીના શાળાના મિત્રોને પણ યાદ કરે છે પરંતુ હવે તેનું ઘર તેના માટે શાળા છે.

Surat : સ્કૂલની મોંઘી ફીથી કંટાળીને માતાએ શરૂ કર્યું હોમ સ્કુલિંગ :  દીકરીને ભણાવવા માટે ઘરમાં જ બનાવી શાળા અને પુસ્તકાલય
Surat mother starts home schooling: Home-built school and library to teach daughter
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 18, 2022 | 12:47 PM

દરેક વાલીઓને સંતાનોને હંમેશા સારી સ્કૂલમાં એડમિશન મળે અને પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવાની ચિંતા રહેતી હોય છે. આવા વાલીઓએ સુરત (Surat) ના આ એક ઉદાહરણથી શીખવાની અને સમજવાની જરૂર છે. ગુજરાતના સુરતમાં શાળા (School) ના નિયમો અને શિક્ષણ (Education) ના ખર્ચથી પરેશાન થઈને એક પરિવારે દીકરીને શાળાએ મોકલવાનું બંધ કરી દીધું અને દીકરી (daughter) ના ભણતર માટે ઘરને જ શાળા બનાવી દીધી. તેનું પરિણામ એ આવ્યું કે આજે તેમનું ઘર જ એક નાનું પુસ્તકાલય (library) બની ગયું છે.

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા આ ઘરની તસવીરો ધ્યાનથી જુઓ. આ તસવીરો જોઈને તમને ખાતરી થઈ જ જશે કે આ કોઈ લાઈબ્રેરી કે બુક સ્ટોલની તસવીરો હોવી જોઈએ. પરંતુ અમે તમને જણાવીએ કે એવું બિલકુલ નથી, હકીકતમાં આ એક ઘરની તસવીરો છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ હોલમાં ફર્નિચરની અંદર સેંકડો અલગ-અલગ પુસ્તકો રાખવામાં આવ્યા છે.આ સિવાય પણ તમને દરેક જગ્યાએ પુસ્તકો જોવા મળશે.

આ ઘરમાં રહેતી મહિલા સ્વપ્નિલ બિનીઝોને તેની પુત્રીને ધોરણ 1 થી ધોરણ 3 સુધી ભણાવ્યા પછી, ઘણા અનુભવો થયા કે તેણે તેની પુત્રી સ્ટેશા ને શાળાએ મોકલવાનું બંધ કરી દીધી અને પછી પોતે ઘરે જ ભણાવવાનું શરૂ કર્યું.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

mother starts home schooling

mother starts home schooling

માતા સ્વપ્નીલ બેનીઝોને તેની પુત્રીને ભણાવવા માટે એટલા બધા પુસ્તકો ખરીદ્યા કે આજે તેના ઘરનો દરેક ખૂણો પુસ્તકોથી ભરેલો છે.સ્વપ્નીલ બિનીઝોને તેના ઘરને પુસ્તકાલય બનાવવાની જવાબદારી લીધી છે, અને પુત્રી સ્ટેશા બેનીઝોનનું ઘરે જ શિક્ષણ આપવાની જવાબદારી લીધી છે.

સ્વપ્નિલ બિનીઝોન કહે છે કે જ્યારે તેમની દીકરી ઘણી નાની હતી ત્યારે તેણે હોમ સ્કૂલિંગ શરૂ કર્યું, ત્યાર બાદ તેણે દીકરીને સ્કૂલમાં એડમિશન અપાવ્યું, પરંતુ તેને સ્કૂલમાં જે અનુભવ થયો તેના કારણે તેણે દીકરીને સ્કૂલના બદલે ઘરે ભણાવવાનું નક્કી કર્યું. 3 વર્ષ સ્કૂલમાં ભણાવ્યાં બાદ છેલ્લા 4 વર્ષથી તેઓ હોમ સ્ફુલિંગ કરાવી રહ્યા છે. માતા સ્વપ્નિલ બિનીઝોન શિક્ષણની ડિગ્રીને મહત્વની નથી માનતી, તેણી કહે છે કે તે નથી ઈચ્છતી કે તેની પુત્રી ડિગ્રીની પાછળ દોડે અને કોઈપણ રીતે આ દિવસોમાં ઘણી યુનિવર્સિટીઓ અને કંપનીઓ છે જે હોમ સ્કુલરને નોકરી આપે છે.

mother starts home schooling

mother starts home schooling

સ્વપ્નિલ બેનીઝોને દરેક દિવસના શિડયુલ બનાવી રાખ્યા છે. જેમાં બીજા દિવસે શું ભણવું તે નક્કી કરવામાં આવ્યું છે. લાયબ્રેરીમાં તેઓએ લગભગ 15 હજાર પુસ્તકો ભેગા કર્યા છે. તેણીએ હજુ નક્કી કર્યું નથી ક ભવિષ્યમાં પુત્રી સ્ટેશા બિનીઝોનનું શું થશે, પરંતુ તેણી કંઈક અલગ કરવા માંગે છે. તેણીના શાળાના મિત્રોને પણ યાદ કરે છે પરંતુ હવે તેનું ઘર તેના માટે શાળા છે.

mother starts home schooling

mother starts home schooling

શાળાની મોંઘી ફી અને શાળાના નિયમોથી કંટાળી ગયેલા આ પરિવારે તેમની દીકરી માટે ઘરને શાળા અને પુસ્તકાલય બનાવી છે. એક વસ્તુ તેમને જોઈને સમજી શકાય છે કે જો વ્યક્તિના ઇરાદા મજબૂત હોય તો ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હલ કરી શકાય છે. આ પણ વાંચોઃ  Surat: સિંગણપોર રોડ પર બંધ મકાનમાંથી દાગીના સહિત 1.89 લાખની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આ પણ વાંચોઃ ગુજરાતમાં વડાપ્રધાનની મુલાકાત પહેલા શિક્ષણનું રાજકારણ ગરમાયું, ફરી સિસોદિયાએ ગુજરાતની સ્કૂલોનો મુદ્દો ઉઠાવ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">