AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ડ્રિમ સિટીની મુખ્ય ઓફિસનું આગામી અઠવાડિયે સીએમના હસ્તે ખાતમુહૂર્ત થશે

ડ્રિમ સિટીની ઓફિસનો જ ખર્ચ 13 કરોડ, સીએમ વિજય રૂપાણી આવતા અઠવાડિયે કરશે ખાતમુહૂર્ત

Surat : ડ્રિમ સિટીની મુખ્ય ઓફિસનું આગામી અઠવાડિયે સીએમના હસ્તે ખાતમુહૂર્ત થશે
Surat: Dream City head office to be inaugurated by CM next week
| Updated on: Aug 01, 2021 | 12:42 PM
Share

surat  સુરત શહેરમાં ખજોદ ખાતે 681 હેક્ટરની વિશાલ જગ્યામાં સાકાર થઇ રહેલા ડ્રિમ સીટી(Diamond Research and Mercantile City )પ્રોજેક્ટ હવે ગતિ પકડી રહ્યો છે. કોરોનાકાળમાં જ સુરત મેટ્રોના ડ્રિમસિટી સ્ટેશનનું ખાતમહૂર્ત નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. અને હવે ડ્રિમ સિટીમાં(dream city ) અન્ય પ્રોજેક્ટોની કામગીરી પણ ઝડપથી વેગ પકડી રહી છે.

ડાયમંડ બુર્સનું(Diamond Bourse) પણ કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે ડ્રિમસિટીમાં તૈયાર થઇ રહેલી મુખ્ય ઓફિસ અને ગાર્ડનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના(CM Vijay Rupani ) હસ્તે કરવામાં આવનાર છે. આવતા અઠવાડિયે તેઓ સુરતના મહેમાન બનશે જેમાં આ કાર્યક્રમની પણ રૂપરેખા ગોઠવવામાં આવી છે.

કુલ 681 હેક્ટરની જમીનના ડ્રિમસિટી પ્રોજેક્ટમાં વિવિધ પ્રકલ્પો સાકાર થવાના છે. હાલમાં આ કેમ્પસમાં ડાયમંડ બુર્સની કામગીરી પુરજોશ ગતિએ ચાલી રહી છે. તેમજ અહીં રેસિડેન્શિયલ, કોમર્શિયલ,રિક્રિયેશનલ, પબ્લિક એનીમીટીસ, ઓપન ગ્રીન એરિયા વગેરે સુવિધાઓ પણ સાકાર કરવામાં આવનાર છે. જેમાં હાલ અહીં કુલ 13.69 કરોડના ખર્ચે અને 50 હજાર ચોરસ મીટર વિસ્તારમાં સાકાર થનાર ગાર્ડન તેમજ કુલ રૂપિયા 29.50 કરોડના ખર્ચે અને 3500 સ્કવેર ફૂટ વિદ્વતારમાં સાકાર થનારી મુખ્યઓફિસનું ખાતમહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

ડ્રિમ સિટીનો મુખ્ય દરવાજો હશે 9.50 કરોડનો

આ પ્રોજેક્ટ થકી લખો લોકોને રોજગારી મળવાની છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન પણ અદ્યતન રાખવામાં આવી છે. ડ્રિમસિટીના મુખ્ય ગેટ માટે જ કુલ રૂ.9,50,76,280 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે. જે માટેની ડિઝાઇન પણ તૈયાર કરવામાં આવી છે. અહીં લિફ્ટ જ 39.28 લાખના ખર્ચે બનવાની છે. તેમજ ગેટના ઉપટની ડિઝાઇનમાં વોટરબોડી હશે અને એલઇડી લાઇટથી તેને અદભુત લુક મળશે.

ડ્રિમ સિટીના 6 ટકા એરિયા ગાર્ડન વિસ્તાર

ડ્રિમસિટી કુલ 681 હેકટર જગ્યામાં વિસ્તરેલું છે. જેના 6 ટકા વિસ્તાર ગાર્ડન એરિયા માટે રાખવામાં આવ્યું છે. અને 8 ટકા વિસ્તાર ઓપન ગ્રીન એરિયા રહેશે. કુલ વિસ્તારના 2.95 લાખ સ્કવેર મીટર વિસ્તારમાં ગાર્ડન અને 4.42 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ઓપન ગ્રીન એરિયા હશે. જે પૈકી હાલ 50 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં સાકાર થનારા ગાર્ડનમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ગાર્ડનમાં કિડ્ઝ પ્લે એરિયા, વોક વે, સેન્ટ્રલ સીટિંગ એરિયા, વોટર પોન્ડ, ફૂડ પ્લાઝા, એમ્ફી થિયેટર વગેરે હશે.

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">