AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : બેવડી નીતિ : સ્મીમેર હોસ્પિટલમાં કેસ પેપર કઢાવવા માટે અલગ અલગ ભાવ

સિનિયર આરએમઓ(RMO) ડો.જયેશ પટેલ સાથે આ અંગે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં જે ભાવ છે તે ઠરાવ મુજબ છે. જોકે નવા ઠરાવમાં એક સરખો જ ભાવ માટે પ્રસ્તાવ મુકાશે.

Surat : બેવડી નીતિ : સ્મીમેર હોસ્પિટલમાં કેસ પેપર કઢાવવા માટે અલગ અલગ ભાવ
Smimmer Hospital (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 10:05 AM
Share

સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં (Smimmer Hospital ) કેસ પેપરના ભાવ અલગ અલગ હોવાથી વિવાદ થયો છે. એમએલસી કાઉન્ટર એટલે કે ઇમરજન્સી (Emergency ) કેસબારી પર અને ઓપીડી કેસ પેપર માટે અલગ અલગ ભાવ લેવામાં આવે છે. એક જગ્યાએ 15 તો બીજી જગ્યાએ 20 રૂપિયા દર્દીઓ પાસે કેસ પેપર માટે લેવામાં આવતા હોવાના કારણે ઘણીવાર દર્દીઓ અને સ્ટાફ વચ્ચે પણ ચકમક જોવા મળે છે.

અહીં ઇમરજન્સી કેસ બારી પરથી ઓપીડી સારવાર લેવા આવતા દર્દીઓ પાસેથી કેસ પેપરના 15 રૂપિયા લેવામાં આવે છે. જયારે દર્દી મુખ્ય કેસ (ઓપીડી કેસ બારી) પરથી કેસ પેપર કઢાવે તો ત્યાંથી 20 રૂપિયા લેવામાં આવે છે. એટલું જ નહીં આવા વહીવટના કારણે દર્દીઓને હેરાનગતિ અને હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણી વાર એવું થાય છે કે દર્દી કે તેમના સગા પાસે 20 રૂપિયા હોય ત્યારે ઈમરજંસી કેસ બારી પરથી તેમને 15 રૂપિયા છુટ્ટા લેવા માટે મોકલવામાં આવે છે. જેના લીધે દર્દીને છુટ્ટા 15 રૂપિયા લેવાં માટે આમતેમ ધક્કા ખાવા માટે પણ ભટકવું પડે છે.

જેના કારણે તેમનો ટાઈમ પણ વેડફાય છે. આ સિવાય જે દર્દીઓને છુટ્ટા નહીં મળે તેમના 5 રૂપિયા એમએલસી કાઉન્ટરના કર્મચારીઓ દ્વારા ઘણા કેસમાં જમા રાખી લેવામાં આવતા હોય છે. બાદમાં જયારે દર્દી સારવાર કરાવીને આવે ત્યારે કેસ બારી પર સ્ટાફ બદલાઈ જાય તો સ્ટાફ અને દર્દી વચ્ચે ૨ક્ઝક પણ થતી જોવા મળે છે. સ્મીમેરના વહીવટી વિભાગના આવા બેવડી નીતિના કારણે દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

એક જ ભાવ કરવા માટે પ્રસ્તાવ મુકીશું

સ્મીમેર હોસ્પિટલ છાસવારે વિવાદનું કેન્દ્ર બને છે. ફરી એકવાર હવે કેસ પેપર માટે વસુલાતા ભાવને લઈને વિવાદ ઉભો થવા પામ્યો છે. મનપા સંચાલિત હોસ્પિટલ હોવા છતાં એક જ હોસ્પિટલમાં કેસ પેપર માટેના બે ભાવ વસુલવામાં આવે છે. ત્યારે આ સમગ્ર મામલે સ્મીમેર હોસ્પિટલના સિનિયર આરએમઓ ડો.જયેશ પટેલ સાથે આ અંગે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં જે ભાવ છે તે ઠરાવ મુજબ છે. જોકે નવા ઠરાવમાં એક સરખો જ ભાવ માટે પ્રસ્તાવ મુકાશે.

g clip-path="url(#clip0_868_265)">