AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tv9 Exclusive: ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવી ચોંકાવનારી વિગતો: ‘હું જમ્મુ કાશ્મીરમાં ગયો ત્યારે કિરણ પટેલનો રોફ જોઈને અંજાઈ ગયો હતો!’

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે કિરણ પટેલ સતત મને કંઈ કામ હોય  તો કહેજો  હું કરાવી દઇશ એ પ્રકારની વાતો કરતો રહેતો હતો.  તે કહેતો હતો કે  મારી પીએમઓ ઓફિસમાં પણ ખૂબ ઓળખાણ છે, જમ્મુ કાશ્મીરનું કંઈ કામ હોય તો મને કહેજો હું કરી આપીશ, એટલું જ નહીં એણે તો ત્યાં સુધી કહ્યું કે મુખ્યમંત્રી સાથે હું સીધો ફોન ઉપર સંપર્ક કરી શકો છો. માટે ગુજરાતનું  પણ કંઈ કામ અટવાયું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો.

Tv9 Exclusive: ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવી ચોંકાવનારી વિગતો: 'હું જમ્મુ કાશ્મીરમાં ગયો ત્યારે કિરણ પટેલનો રોફ જોઈને અંજાઈ ગયો હતો!'
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 18, 2023 | 10:39 PM
Share

જમ્મુ-કાશ્મીર પોલીસે ગુજરાતના ઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. જેણે પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલયમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે આપી હતી અને હાઈ-પ્રોફાઈલ સુરક્ષા પ્રોટોકોલનો આનંદ માણ્યો હતો અને કાશ્મીર ખીણની ફાઈવ સ્ટાર હોટલમાં ઘણી વખત રોકાયો હતો. જો તમે તેની વાસ્તવિક ઓળખ જાણશો તો તમે ચોંકી જશો. તે નિવૃત્ત ડેપ્યુટી એસપી, એક પોલીસ ઈન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઈન્સ્પેક્ટરને તે ચૂનો લગાડી ચૂક્યો છે. જોકે હવે એવી વિગતો સામે આવી છે કે આ મહા ઠગે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયાનો કોન્ટેક કર્યો હતો.

કિરણ પટેલનો કિસ્સો આવતાની સાથે હવે એવા અનેક લોકો સામે આવી રહ્યા છે. જેમની સાથે સંપર્ક કરીને કિરણ પટેલ પોતાનો રોફ જમાવતો અને સતત મોટા લોકોનો કોન્ટેક્ટ કરીને તેમની સાથે મિત્રતા કેળવીને ઠગવાનો ઇરાદો હોય તેવી રીતે તેમને કંઈ કામ હોય તો કહેજો એવું વારંવાર કહેતો હતો. કિરણ પટેલે અનેક લોકો સાથે આ પ્રકારે સંપર્ક સાધ્યો હોવાનો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

 કિરણ પટેલે  કર્યો હતો દિનેશ નાવડિયાનો  સંપર્ક

કિરણ પટેલે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયાનો પણ સંપર્ક કર્યો હતો. આ વાતનો ખુલાસો ખુદ દિનેશ નાવડીયાએ કર્યો છે. દિનેશ નાવડીયાના જણાવ્યા પ્રમાણે કિરણ પટેલ  તેમની સાથે  જાન્યુઆરી મહિનાથી સંપર્કમાં આવ્યો હતો અને G-20 માં આવવા માટે આમંત્રણ આપતો હતો. જ્યારે મહા ઠગનો પરદાફાશ થયો છે ત્યારે હવે  કિરણ પટેલ જેમના સંપર્કમાં આવ્યા હતા તેવા લોકો ધીરે ધીરે સામે આવવા લાગ્યા છે અને વિગતો પણ આપી રહ્યા છે.

સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા સાથે થયેલી વાતચીતમાં દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેમણે  મને પહેલી વખત સંપર્ક કર્યો હતો ત્યારે  કિરણ પટેલે પોતાની ઓળખ PMO ઓફિસર તરીકે આપી હતી. એણે કહ્યું હતું કે હું ડોક્ટર કિરણ પટેલ વાત કરું છું હું પીએમઓ ઓફિસમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું. તેણે મને  કહ્યું હતું કે  G20 સંમેલનમાં તમારે હાજરી આપવાની છે. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે મારો નંબર ક્યાંથી મળ્યો છે ત્યારે તેણે કહ્યું હતું કે મેં ગોવિંદભાઈ પાસેથી તમારો નંબર મેળવ્યો છે અને તમારો કોન્ટેક્ટ કર્યો છે.

અમદાવાદમાં મને જમ્મુ -કાશ્મીર આવવાનું આમંત્રણ આપ્યું: દિનેશ નાવડિયા

અમદાવાદમાં કાર્યક્રમમાં જ્યારે તેની સાથે મુલાકાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર આવવાનું થાય તો કહેજો ત્યારે મેં એને કહ્યું હતું કે મારે એક કામ માટે જમ્મુ કાશ્મીર આવવાનું છે. જ્યારે હું જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો ત્યારે એક હોટલમાં રોકાયો  હતો. તે સમયે કિરણ પટેલનો ફોન મારા ઉપર આવ્યો હતો અને સામેથી કહ્યું કે હું ચા પીવા માટે આવું છું.

મિલિટરીની  ગાડી સાથે આવ્યો હતો કિરણ પટેલ

દિનેશ નાવડિયાએ આગળ જણાવ્યું કે, કિરણ પટેલ મને મળવા આવ્યો ત્યારે કિરણ  પટેલનો રોફ જોવા જેવો હતો. હું પોતે પણ અંજાઈ ગયો હતો.  જ્યારે  તેઓ મને હોટલમાં મળવા આવ્યા ત્યારે મિલિટરીની ગાડીઓ તેમની સુરક્ષામાં હતી અને તે જાણે  એક આઈએએસ અધિકારી હોય તેવી રીતે તેઓ વર્તન કરતા હતા. હું પોતે પણ કિરણ પટેલ  પીએમઓના અધિકારી હોવાના નાતે તેમને હોટલમાં નીચે રિસીવ કરવા  પણ ગયો હતો.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે કિરણ પટેલ સતત મને કંઈ કામ હોય  તો કહેજો  હું કરાવી દઇશ એ પ્રકારની વાતો કરતો રહેતો હતો.  તે કહેતો હતો કે  મારી પીએમઓ ઓફિસમાં પણ ખૂબ ઓળખાણ છે, જમ્મુ કાશ્મીરનું કંઈ કામ હોય તો મને કહેજો હું કરી આપીશ, એટલું જ નહીં એણે તો ત્યાં સુધી કહ્યું કે મુખ્યમંત્રી સાથે હું સીધો ફોન ઉપર સંપર્ક કરી શકો છો. માટે ગુજરાતનું  પણ કંઈ કામ અટવાયું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો.

જોકે મેં તેમને  વારંવાર કહ્યું  હતું કે  મારે એવું કોઈ કામ હોતું નથી કે હું તમારો કોઈ બાબતે સંપર્ક કરું. જોકે તેમ છતાં તેણે મને ભારપૂર્વક કહ્યું હતું કે  અન્ય કોઈ લોકોના કામ હોય તો પણ મારા સુધી લઈ આવજો હું કરી આપીશ.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">