Surat Diamond Industry : રશિયા યુક્રેન યુદ્ધની કોઈ અસર નહીં, નિકાસમાં ગત વર્ષ કરતા 18 ટકાનો વધારો
ફેબ્રુઆરી મહિનામાં કટ અને પોલીશડ ડાયમંડની નિકાસમાં 18 ટકા સુધીનો વધારો થવા પામ્યો છે. ગયા વર્ષે જે 12,615 કરોડ હતું તે આ વર્ષે વધીને 14, 841 કરોડ થવા પામી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ છતાં નિકાસમાં કોઈ ઘટાડો આવ્યો નથી.
રશિયા-યુક્રેનના યુદ્ધ (War ) છતાં હીરાની(Diamond ) માંગ પર કોઈ અસર થઈ નથી. ફેબ્રુઆરીમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 18 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2020-21માં 12615.50 કરોડના કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ કરવામાં આવી હતી, જે 2021-22માં વધીને 14841.90 કરોડ થઈ હતી. છેલ્લા 10 મહિનામાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ સરેરાશ 40 ટકાના દરે વધી છે. હીરા ઉદ્યોગકારો આને બિઝનેસ માટે સારો સંકેત માની રહ્યા છે. સુરત અને સમગ્ર દેશમાં ઉત્પાદિત હીરામાંથી 40 ટકા યુએસમાં નિકાસ થાય છે. ઉદ્યોગકારોનું માનીએ તો આગામી દિવસોમાં હીરાની નિકાસમાં વધુ વધારો થશે.
નાના અને ફેન્સી કટીંગવાળા હીરાની વધુ માંગ
હીરા ઉદ્યોગપતિ ચંદુ શેટાએ જણાવ્યું કે બે અઠવાડિયા પહેલા કટ અને પોલીશ્ડ હીરાની સારી માંગ હતી. યુવાનોને જ્વેલરીમાં ફેન્સી કટ હીરા વધુ ગમે છે. જેના કારણે સુરતના ઉદ્યોગકારો પાસે ફેન્સી કટ ડાયમંડના વધુ ઓર્ડર છે. છેલ્લા 10 મહિનામાં મોટા પાયે ઓર્ડર મળવાને કારણે નિકાસમાં વધારો થયો છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હીરા ઉદ્યોગ પર સંકટ આવવાની શક્યતા હતી, પરંતુ સ્થિતિ બરાબર છે.
રફ હીરાના ભાવમાં વધારાને કારણે હીરાના વેપારીઓ પરેશાન
હીરા ઉદ્યોગપતિ નિલેશ બોડકીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓથી રફ હીરાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. કટ અને પોલિશ્ડ હીરાની કિંમત સરખામણીમાં વધી નથી. જેનાથી હીરા ઉદ્યોગકારો નારાજ છે. છેલ્લા 6 મહિનામાં રફ ડાયમંડની કિંમતમાં 40%નો વધારો થયો છે. કટ અને પોલિશ્ડ હીરાની કિંમતમાં ભાગ્યે જ 10%નો વધારો થયો છે. હવે બજારમાં ખરીદી કરવી સામાન્ય છે. આગામી દિવસોમાં હીરાની સારી માંગ રહી શકે છે.
આમ, ફેબ્રુઆરી મહિનામાં કટ અને પોલીશડ ડાયમંડની નિકાસમાં 18 ટકા સુધીનો વધારો થવા પામ્યો છે. ગયા વર્ષે જે 12,615 કરોડ હતું તે આ વર્ષે વધીને 14, 841 કરોડ થવા પામી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ છતાં નિકાસમાં કોઈ ઘટાડો આવ્યો નથી. અને ઉદ્યોગકારો તેને સારી બાબત ગણાવી રહ્યા છે.
આ પણ વાંચો :