Surat : ડાયમંડ ગ્રુપમાં દરોડા યથાવત્ , મળી આવી 7 કરોડથી વધુની રકમ અને જવેલરી!

|

Dec 04, 2022 | 9:59 AM

દરોડાની (IT raid) કામગીરી થતા સુરત શહેરના ફાઇનાન્સર અને જમીનના વેપારીઓમાં તેમજ  હીરાના વેપારીઓમાં  ફફડાટ   ફેલાયો છે.  સુરત અને મુંબઇ સહિત કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.  

Surat : ડાયમંડ ગ્રુપમાં દરોડા યથાવત્ ,  મળી આવી 7 કરોડથી વધુની રકમ અને જવેલરી!
સુરતમાં ITની રેડ યથાવત્

Follow us on

સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગે રેડ કરતા ચકચાર મચી ગઇ હતી જેમાં સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી. બે દિવસથી સતત હીરાની પેઢીઓ ઉપરના દરોડા યથાવત્ રાખવામાં આવ્યા છે જેમાં 7 કરોડથી વધુની રકમની રોકડ અને જવેલરી મળી આવી હતી.ચૂંટણી બાદ સતત  આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડા હીરાની પેઢીઓ ઉપર પાડવામાં આવ્યા છે અને બેનામી વ્યવહારો  પકડવામાં આવ્યા છે.  આ દરોડાને કારણે  હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ડામયંડ અને ફાઇનાન્સ ગ્રુપમાં સતત બીજા દિવસે તપાસ થયાવત્

આવકવેરા વિભાગ દ્વારા  પાડવામાં આવેલા  દરોડામાં  કરોડો રૂપિયાના જમીન ખરીદ – વેચાણના ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા હતા તેમજ શેર બજાર પણ મોટા  પાયે રોકાણ કરવાની વિગતો સામે આવી હતી.  આ દરોડામાં 7 કરોડની  જંગી રોકડ રકમ તથા જ્વેલરી આવકવેરા વિભાગને મળી આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરાઇ હતી

સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગે  2 ડિસેમ્બરના રોજ રેડ પાડતા   કચાર મચી ગઇ હતી.  સુરતના  મહિધરપુરા વિસ્તારમાં આવેલા  હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીના  અલગ અલગ યુનિટમાં  રેડ કરવામાં આવી હતી તેમજ ઇન્કમ ટેક્સ વિભાગના  અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે જેના માટે  અલગ અલગ ટીમ પણ બનાવાવમાં આવી છે. ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસમાં પણ તવાઈ બોલાવવામાં આવી હતી.  દરોડાની કામગીરી થતા સુરત શહેરના ફાઇનાન્સર અને જમીનના વેપારીઓમાં તેમજ  હીરાના વેપારીઓમાં  ફફડાટ   ફેલાયો છે.  સુરત અને મુંબઇ સહિત કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

Published On - 9:59 am, Sun, 4 December 22

Next Article