AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : હીરા દલાલે રુપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી આચરી ઠગાઇ, પોલીસે આરોપીની ધરપકડ કરી

સુરતના વેપારી અલ્પેશ મિયાણીએ બલરામ ઇમ્પેક્સના પ્રવીણ ગોટી પાસેથી હીરો વેચવા લીધો હતો. જો કે હીરા દલાલે હીરા કે રૂપિયા નહીં આપી ઠગાઇ કરી છે.

Surat : હીરા દલાલે રુપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી આચરી ઠગાઇ, પોલીસે આરોપીની ધરપકડ કરી
Baldev Suthar
| Edited By: | Updated on: Jul 06, 2023 | 5:12 PM
Share

Surat : સુરત શહેરમાં હીરા (Diamond )બજારમાં મંદી વચ્ચે સિંગણપોરના હીરા દલાલે (Diamond broker) વેચવા લીધેલો રુપિયા 1 કરોડનો હીરો ચાઉં કરી લીધો છે. સુરતના વેપારી અલ્પેશ મિયાણીએ બલરામ ઇમ્પેક્સના પ્રવીણ ગોટી પાસેથી હીરો વેચવા લીધો હતો. જો કે હીરા દલાલે હીરા કે રૂપિયા નહીં આપી ઠગાઇ કરી છે. જો કે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

આ પણ વાંચો-Junagadh Rain Video : ગિરનાર પર્વત પર વરસાદને કારણે આહલાદક વાતાવરણ, વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, જૂઓ Video માં પ્રકૃતિની સુંદરતા !

સુરતના મહિધરપુરા હીરા બજારમાં આવેલા દાળિયા શેરીમાં આવેલ બલરામ ઇમ્પેકસમાંથી દલાલે વેચાણ કરવા માટે લીધેલા રૂપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ મનજીભાઈ ગોટી રાસ્કો બિલ્ડિંગ ડભોલી ચાર રસ્તા વેડરોડ પર રહે છે. તે મહિધરપુરા દાળિયા શેરીમાં આવેલા નિધિ સેફની બાજુમાં “બલરામ ઇમ્પેક્સ” નામની હીરાની પેઢી ધરાવે છે.

તેમની પાસેથી ગત માર્ચ મહિનામાં સિંગણપોરમાં વિજયરાજ સોસાયટીમાં રહેતા હીરા દલાલ અલ્પેશ વલ્લભભાઈ મિયાણીએ બજારમાં સારા ભાવે હીરાનો માલ વેચી આપવાનું કહી 941.96 કેરેટના કિંમત રૂપિયા 1,09,40,735ની મતાના નેચરલ હીરા વેપારીઓને બતાવવાના બહાને લઈ ગયા બાદ તેના રૂપિયા કે હીરા પરત કર્યા ન હતા. આ અંગે પ્રવીણભાઈ ગોટીએ વારંવાર હીરા બાબતે અલ્પેશ મિયાણીને પૂછતા શરૂઆતમાં તેણે હીરાનો માલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો-Surat : ચોમાસાની શરુઆત થતા જ રોગચાળાનું પ્રમાણ વધ્યુ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઇન લાગી

ત્યાર બાદ અલ્પેશે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને પલાયન થઈ ગયો હતો. આ અંગે પ્રવીણભાઈ ગોટીએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હીરાદલાલ અલ્પેશ મિયાણીની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તો મહિધરપુરા પોલીસે હીરા દલાલ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે, પણ જે રીતે માહિતી મળી છે કે આ હીરા દલાલે વરાછા હીરા બજારમાં અન્ય કેટલાક વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે.

સુરત સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં ફરી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
હવે ગામડાઓમાં 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
કાર્યક્ષેત્રમા નવી ઊંચાઈઓ સર કરશો, વ્યાપારીઓ માટે નફાકારક દિવસ સંભાવના
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
g clip-path="url(#clip0_868_265)">