Surat : જર્જરિત રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતને રીડેવલપમેન્ટમાં લઇ જવાની માગ ઉઠી

|

Mar 31, 2022 | 9:32 AM

સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર કોઈ દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું હોય તેમ રી ડેવલપમેન્ટ માટે સ્થાનિકોની સહમતી હોવા છતાં કામને કોઈપણ રીતે આગળ નથી વધારતું. ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના બને તો પછી તેની જવાબદારી કોણ લેશે.

Surat : જર્જરિત રાંદેર ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતને રીડેવલપમેન્ટમાં લઇ જવાની માગ ઉઠી
dilapidated houses in Rander (File Image )

Follow us on

રાંદેર(Rander ) વિસ્તારમાં આવેલ હાઉસિંગ(Housing ) બોર્ડની વસાહતની બ્લોક નંબર 55 ના બે માળની બાલ્કની(Balcony ) તૂટી પડતાં રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે સાત મહિના પહેલા અહીંના 75 ટકા રહેવાસીઓએ રિડેવલપમેન્ટ સ્કીમ માટે સહમતી આપી હતી છતાં યોગ્ય પ્રતિસાદ નહીં આપી હાઉસિંગ બોર્ડ કોઇ દુધર્ટનાની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં સરકારી યોગ્ય માવજતના અભાવે જર્જરિત થઇ જતાં જોખમી બની ગઇ છે . તેથી રાજ્ય સરકારની ટેનામેન્ટ રિ ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ આ વસાહતોને ખાનગી એજન્સીઓની મદદથી રિડેવલપ કરવામાં આવી રહી છે . સુરત મનપા દ્વારા ચાર ટેનામેન્ટ અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પાંડેસરા હાઉસિંગ બોર્ડના મકાનોને આ સ્કીમ હેઠળ નવીનીકરણ કરવાનું આયોજન શરૂ થઇ ચુકયું છે .

તેવામાં રાંદેર સ્થિત ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતના મકાનો પણ જર્જરિત થઇ ગયા હોય અહીંના બ્લોક નંબર 55 ના બીજા માળની બાલ્કની તૂટીને પહેલે માળે પડી હતી અને તેના વજનથી પહેલા માળની બાળકની તૂટીને ભોંય તળિયે પડી પડતાં અહીંના રહીશોમાં ભય ફેલાયો છે . આ ઇમારત પણ રહેવા માટે જોખમી હોવાથી મનપા કમિશનરને રજૂઆત કરીને રીડેવલપમેન્ટ સ્કીમમાં લઇ જવા માંગ કરાઇ છે .

આ ટેનામેન્ટની સોસાયટીના પ્રમુખે જણાવ્યા મુજબ અહીંના રહીશો દ્વારા નિયમ મુજબની 75 % થી પણ વધારે સહમતીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સાત મહિના અગાઉ રજૂ કરી દેવાઇ છે . આમ છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ તરફથી યોગ્ય પ્રતિસાદ મળતો નથી . તેથી હવે અહીંની મિલકતોમાં રહેવુ જીવનું જોખમ હોય મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી છે .

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સ્થાનિકોનો આક્ષેપ છે કે વહીવટી તંત્ર કોઈ દુર્ઘટના બનવાની રાહ જોઈ રહ્યું હોય તેમ રી ડેવલપમેન્ટ માટે સ્થાનિકોની સહમતી હોવા છતાં કામને કોઈપણ રીતે આગળ નથી વધારતું. ભવિષ્યમાં જો કોઈ દુર્ઘટના બને તો પછી તેની જવાબદારી કોણ લેશે. બીજી તરફ તંત્રના જવાબદાર અધિકારીઓએ આ બાબતે કાર્યવાહી થઇ રહી હોવાનું જ રટણ ચાલુ રાખ્યું છે. સ્થાનિકોનું માનીએ તો આગામી થોડા દિવસોમાં આ અંગે સંતોષકારક નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : Jamnagar: રેલ્વે સ્ટેશન પર મળેલા થાનગઢના કિશોરનું પરિવાર સાથે પુન:મિલન, ચાઈલ્ડ હેલ્પ ડેસ્ક 1098 તથા બાળ કલ્યાણ સમિતિનો ઉમદા પ્રયાસ રંગ લાવ્યો

આ પણ વાંચો : સુરત ઉધના રેલવે સ્ટેશન પર ગર્ભવતી મહિલાની હત્યા બીજા કોઈ નહિ પણ તેના ભણેજે જ કરી હોવાનો ખુલાસો થયો, શું હતું હત્યાનું કારણ?

Next Article