Surat : સ્મીમેરના કેઝ્યુલિટી વિભાગમાં પણ 24 કલાક માટે સિક્યોરિટી ગાર્ડ મુકવાની માગ

|

Mar 01, 2022 | 9:32 AM

કેઝયુલીટીની અંદરના ભાગે 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે છે.કારણ કે ઘણીવાર અને ખાસ કરીને રાત્રીના સમયે આલ્કોહોલિક , ડ્રગ્સ એડિક્ટ સહિતના દર્દીઓ પણ સા૨વા૨ તેમજ મેડિકલ તપાસ માટે કેઝયુલીટી વિભાગની અંદર લાવવામાં આવે છે.

Surat : સ્મીમેરના કેઝ્યુલિટી વિભાગમાં પણ 24 કલાક માટે સિક્યોરિટી ગાર્ડ મુકવાની માગ
Demand for deployment of security guards for 24 hours even in casualty department of Smmimer(File Image )

Follow us on

સુરત(Surat ) મહાનગરપાલિકા પાલિકા સંચાલિત સ્મીમેર (Smimmer ) હોસ્પિટલમાં ગતરોજ કેઝયુલીટી વિભાગની અંદર એક અજાણ્યા દર્દીઆ દ્વારા ઓન ડ્યુટી નર્સ (Nurse )ઉપર સ્ટીલના ટેબલ વડે ગંભીર પ્રકારનો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં નર્સને માથામાં ઇજા થવાની સાથે તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. ઘટનાને પગલે કેઝ્યુલિટીની અંદર અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો.

ઓન ડ્યુટી નર્સ પર થયેલા હુમલાને પહલે એક બાજુ નર્સીંગ સ્ટાફ ચોંકી ગયો છે. જયારે બીજી બાજુ હવે પોતાની સુરક્ષાને લઈને અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.ત્યારે આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય અને સુરક્ષા મેન્ટેન રહે તેવા ઉદેશ્ય સાથે કેઝયુલીટી વિભાગની અંદર 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ મુકવાની  માગ કરવામાં આવી છે.

નર્સિંગ સુપ્રિન્ટેન્ડેન્ટ સુરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે ઝંખનાબેન પટેલ જેઓ સ્ટાફ નર્સ છે.તેમના ઉપર અજાણ્યા દર્દી દ્વારા હુમલો કરવાં આવ્યો હતો.ઝંખના બેન ડ્યુટી ઉપર હતા અને કેસ પેપર વર્ક કરતા હતા ત્યારે દર્દી અચાનક સ્ટ્રેચર પર હતી ઉઠીને આવ્યો અને ટેબલ વડે તેમના ઉપર હુમલો કર્યો હતો.એટલુંજ નહીં બે વાર હુમલો કર્યો હતો.જયારે ત્રીજી વાર કરવા જતા તેમને પોતાના હાથ વડે રોકી લેતા હાથમાં પણ ઈજા પહોંચી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ એક ગંભીર ઘટના છે.અમે એમએસને રજુઆત કરી છે.આ અંગે હુમલો કરનાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવે.સાથે જ એવી પણ રજૂઆતો કરી છે કે કેઝયુલીટીની અંદરના ભાગે 24 કલાક માટે સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવે છે.કારણ કે ઘણીવાર અને ખાસ કરીને રાત્રીના સમયે આલ્કોહોલિક , ડ્રગ્સ એડિક્ટ સહિતના દર્દીઓ પણ સા૨વા૨ તેમજ મેડિકલ તપાસ માટે કેઝયુલીટી વિભાગની અંદર લાવવામાં આવે છે.

ત્યારે ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય અને સ્ટાફને પણ પૂરતી સુરક્ષા મળી રહે તે માટે કેજ્યુલિટીની અંદર તહેનાત કરવામાં આવે.જેથી કરીને આવી ઘટના કે હુમલો થાય ત્યારે સિકચરિટી ગાર્ડ રોકી શકે છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં આવેલી પોલીસ ચોકીમાં પણ યોગ્ય રીતે અને ડ્યુટી પ્રમાણે પોલીસ કર્મીઓને મુકવામાં આવે. કારણ કે હાલ જે પોલીસ ચોકી છે તે શોભાના ગાંઠિયા જેવી જ છે.

આ પણ વાંચો :

સુરતના રાંદેર વિસ્તારમાં ઉછીના પૈસાની માથાકુટમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી નાખી

યુક્રેન ક્રાઈસિસ: સુરતના ચાર સહિત કુલ 450 વિદ્યાર્થીઓ બોર્ડર પહોંચશે, તમામ વિદ્યાર્થીઓ યુક્રેનના ચર્નોવિસ્ટ્રીની DSMU કોલેજના

Next Article