Surat : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં લાલુ જાલીમના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

|

Mar 03, 2022 | 10:33 PM

સુરતના અમરોલી કોસાડ આવાસના માથાભારે લાલુ જાલીમ અને તેના સાગરિતો દ્વારા ગેરકાનુની ધંધા ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ અને પોલીસ ઉપર હુમલાઓ સહિતના ગંભીર ગુનાઓ નોંધાતા 1 વર્ષ પહેલા લાલુ જાલીમ ગેંગ સામે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરી ગેંગના સાગરિતોને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.

Surat : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં લાલુ જાલીમના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
Surat Crime Branch Nabs GUJCTOC Accused

Follow us on

સુરતમાં(Surat)  ગુજસીટોકના(Gujctoc) ગુનામાં નાસતા ફરતાં લાલુ જાલીમના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)  રાજસ્થાનથી ઝડપી પાડયો છે.જે અપહરણ, ખંડણી મારામારી સહીતના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા છે. તેમજ માથાભારે લાલુજાલીમ અને તેની ગેંગના માણસો સામે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યા બાદ લાલુ જાલીમ સહિત કેટલાક તેના સાગરિતો સુરત છોડીને અંડર ગ્રાઉન્ડ થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પ્રયત્નશીલ હતી તે વચ્ચે અવનેશ ઉર્ફે અન્નુ દશરથસીંગ રાજપુત રાજસ્થાન હોવાની બાતમી મળતા તપાસ માટે એક ટીમ રાજસ્થાન મોકલી હતી અને બાતમીના આધારે અવનેશ ઉર્ફે અન્નુને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

પોલીસની ધરપકડડથી બચવા માટે ભાગતો ફરતો હતો

સુરતના અમરોલી કોસાડ આવાસના માથાભારે લાલુ જાલીમ અને તેના સાગરિતો દ્વારા ગેરકાનુની ધંધા ઉપરાંત હત્યા, હત્યાની કોશિશ અને પોલીસ ઉપર હુમલાઓ સહિતના ગંભીર ગુનાઓ નોંધાતા 1 વર્ષ પહેલા લાલુ જાલીમ ગેંગ સામે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરી ગેંગના સાગરિતોને જેલભેગા કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી પોલીસની ધરપકડડથી બચવા માટે ભાગતો ફરતો અવનેશ ઉર્ફે અનુ તેના વતન રાજસ્થાનના ગામમાં છુપાયો હોવાની સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ બાતમી મળી હતી

રાજસ્થાન ઘોલપુર જિલ્લામાં આવેલ તસીમો ગામમાંથી ધરપકડ

જે વાત બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાન ઘોલપુર જિલ્લામાં આવેલ તસીમો ગામમાંથી અવનેશ કુમાર ઉર્ફે અન્નુ દશરથસિંગ રાજપુતને ઝડપી પાડયો હતો.અવનેશ ઉર્ફે અન્નુ રાજપુત સામે અમરોલી પોલીસ તેમજ કતારગામ પોલીસ મથકે હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા છે. જ્યારે વધુ તપાસ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરી રહી છે.સુરતમાં સતત વધી રહેલા ગુનાઓને ડામવા માટે પોલીસ હાલ એકશન મોડમાં છે. તેમજ અનેક ગુનાઓમાં નાસતા ફરતા આરોપી દ્વારા અલગ અલગ સ્થળો ગુના આચરવા આવતા હોવાની ફરિયાદો પણ મળે છે. જેના પગલે સુરત પોલીસ દ્વારા વિજિલન્સ વધારવામાં આવ્યું છે. તેમજ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો : Rajkot : રાત્રીના સમયે ખેતરમાં રહેતા લોકો પર હુમલો કરીને લૂંટ ચલાવતી લૂંટારૂ ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો : RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા

Published On - 10:27 pm, Thu, 3 March 22

Next Article