બળાત્કાર કેસમાં સુરત કોર્ટે આપ્યો રાજ્યનો સૌથી ઝડપી ચુકાદો, આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ

પોસ્કો કોર્ટ દ્વારા આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની સજા સંભળાવવામાં આવી હતી. આ એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય, બળાત્કાર કેસમાં રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

બળાત્કાર કેસમાં સુરત કોર્ટે આપ્યો રાજ્યનો સૌથી ઝડપી ચુકાદો, આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 11, 2021 | 7:43 PM

સુરતના સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી (Girl Child) સાથે થયેલા બળાત્કાર (Rape) કેસમાં આરોપીઓને કડક સજા કરીને ડર પેદા થાય તેવો એક દાખલારૂપ ચુકાદો (Verdict) સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. આરોપીને કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આખા રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં આવેલ છે. 

કેસની હકીકત એવી છે કે તારીખ 12 ઓક્ટોબર, 2021ના રોજ સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને ઘર આંગણે રમી રહેલી ચાર વર્ષીય બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે 10 ટીમો બનાવીને 5 કલાકના અંતે બાળકીને ઝાડીઝાંખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બાળકીનું તબીબી પરીક્ષણ કરાવતા તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યા હતા અને તેને બ્લીડીંગ થતું હોવાથી તેની સાથે બળાત્કાર થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે નજીકના સીસીટીવીની મદદથી આરોપી હનુમાન કેવટની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને પોલીસ દ્વારા 10 જ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી.

તારીખ 23 અને તારીખ 24 ઓક્ટોબરની બે દિવસની રજામાં આખી મેટર તૈયાર કરીને તારીખ 25ના રોજ આ કેસમાં ચાર્જ અને દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તારીખ 26થી લઈને તારીખ 29 સુધીના સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા પણ ગુનેગારોમાં ડર પેદા થાય, ભોગ બનનારને ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુથી કેસ રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવામાં આવ્યો હતો.

પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની સજા સંભળાવવામાં આવી હતી. આ એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય, બળાત્કાર કેસમાં રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં જે રીતે બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સાઓ બની રહ્યા છે, તેને જોતા આવી ઝડપી સજા અને ભોગ બનનારને ઝડપી ન્યાય મળે તે ખુબ જરૂરી છે.

આ પહેલા પણ ચાર વર્ષ અગાઉ સચિન વિસ્તારની જ 10 વર્ષની બાળકીને યુપી પંજાબ લઈ જઈને રેપ કરનારને કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આરોપી લગ્નની લાલચ આપીને બાળકીને અપહરણ કરીને લઈ ગયો હતો.

આ પણ વાંચો : Surat: કાપડ અને હીરા માર્કેટ હજુ વેકેશનના મૂડમાં, ડિમાન્ડને પગલે જવેલરી માર્કેટ 3 દિવસની રજા બાદ ફરી કાર્યરત

આ પણ વાંચો : Surat : પાંડેસરા બાળકી બળાત્કાર કેસમાં આરોપીને પોર્ન વિડીયો ડાઉનલોડ કરી આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરાઈ

g clip-path="url(#clip0_868_265)">