Surat : શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન 10 લાખ ટેસ્ટિંગ કીટ ખરીદશે
નાકમાંથી લેવાતા સેમ્પલને લેબોરેટરી સુધી લઇ જવામાં અનુકુળ ટેમ્પરેચર જાળવી રાખવામાં મદદરૂપ વાયરલ ટ્રાન્સ્પોર્ટ મિડિયમ કીટ પ્રતિ 7.90 રૂપિયાના દરે 10 લાખ કીટ ખરીદવાની પ્રક્રિયાને મંજુરી આપવામાં આવી છે.
શહેરમાં કોરોનાના(Corona ) પોઝીટીવ કેસોની સંખ્યા રોકેટગતિએ વધતા તંત્રની પણ ચિંતા વધી છે , અને મનપા તંત્ર હાઈએલર્ટ પર આવી ગયું છે. તમામ તૈયારીઓ આગોતરી શરુ કરી દીધી છે. કોરોના વિસ્ફોટની સ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મહાપાલિકાએ શહેરમાં ટેસ્ટિંગ વધારવાની પ્રક્રિયા ઉપર ભાર મુક્યો છે.
હાલમાં દૈનિક 12 હજાર ટેસ્ટિંગ કરાઇ રહ્યાં છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વધુ 10 લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ કીટ ખરીદવાની જરૂરિયાત બતાવાઇ હતી . ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકોએ પણ સ્થિતિની ગંભીરતા સમજીને વધારાના કામ તરીકે રજૂ થયેલી આ દરખાસ્તને નક્કી યુનિટ રેટ પ્રમાણે ખરીદી કરવા મંજુરી પણ આપી દીધી છે.
કસ્ટેન્ડિંગ કમિટીએ આ સાથે ટેસ્ટિંગ સેમ્પલને લેબોરેટરી સુધી લઇ જવાના ઉપયોગમાં લેવાતી 10 લાખ વાયરલ ટ્રાન્સ્પોર્ટ મિડીયમ ટેસ્ટિંગ વધારવા સાથે સે જવા VTM ની પણ 10 લાખ ( વીટીએમ ) કીટ પણ ખરીદવા મંજુરી આપી દીધી છે . મનપાએ પણ ઓમિક્રોન વેરિએન્ટના દર્દીઓ માટે સ્મીમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરી રાખ્યો છે , ત્યારે શહેરમાં વધુ એક વખત ખુબ ઝડપથી વધી રહેલાં નવા કોરોના કેસને અંકુશમાં લેવા ટેસ્ટિંગ , ટ્રેસિંગ અને આઇસોલેશન સ્ટ્રેટેજી અપનાવવા પર ભાર મુક્યો છે.
અને તેના પર કામ કરવા માટે 10 લાખ જેટલી ટેસ્ટિંગ કીટ ખરીદવાની જરૂરિયાત લાગતા ગુરૂવારે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં તાકીદના કામ તરીકે રજૂ થયેલી દરખાસ્ત પ્રમાણે લોએસ્ટ બીડરની લેબોરેટરી કિટ ખરીદવામાં આવશે. રેપિડ એન્ટિજનની પ્રતિ કીટ 9.38 રૂપિયાના દરે ખરીદવા મંજુરી અપાઇ હતી.
આ સાથે જ નાકમાંથી લેવાતા સેમ્પલને લેબોરેટરી સુધી લઇ જવામાં અનુકુળ ટેમ્પરેચર જાળવી રાખવામાં મદદરૂપ વાયરલ ટ્રાન્સ્પોર્ટ મિડિયમ કીટ પ્રતિ 7.90 રૂપિયાના દરે 10 લાખ કીટ ખરીદવાની પ્રક્રિયાને મંજુરી આપવામાં આવી છે.
આમ, કોરોનાના કેસો વધતા હવે મહાનગરપાલિકાએ તકેદારીના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ શહેરમાં વધતા કેસોએ જે રીતે તંત્રની ચિંતા વધારી છે, તેને જોતા તંત્ર દ્વારા તો પગલાં ભરવામાં આવી જ રહ્યા છે, સાથે સાથે લોકોએ પણ જાતે જ સમજદારી કેળવીને સાવચેતી રાખવાની તાતી જરૂર છે.
આ પણ વાંચો : સુરતમાં ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો–2022 નું આયોજન, આધુનિક મશીનરીઓ બનશે આકર્ષણનું કેન્દ્ર
આ પણ વાંચો : સુરત પોલીસે 4.5 લાખના ગાંજાના જથ્થા સાથે યુવકની ધરપકડ કરી ,આવી હતી મોડસ ઓપરેન્ડી