Surat : રિંગરોડ બ્રિજ નીચે ફરી માર્કેટ એરિયા માટે કોરોના ટેસ્ટિંગ માટે કોર્પોરેશનની ટીમ ગોઠવી દેવાઈ
રિંગ રોડ ઉપર આવેલ મેટ્રો ટાવર તથા મિલેનિયમ અને સુરત ટેક્સટાઇલ માર્કેટોની સામે બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે . આ સેન્ટરો ઉપર એક ડોક્ટર , એક નર્સ તથા સર્વેલેન્સની ટીમ સહિત સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે .
શહેરમાં (Surat )કોરોના સંક્મણ ફરી કહેર વર્તાવવા લાગ્યો છે . પ્રતિદિન આવતા પોઝિટિવ(Corona Positive ) કેસોમાં સતત અને ઝડપથી વધવા લાગ્યા છે . એટલું જ નહીં અત્યાર સુધી રોજના માંડ 4 કે 5 કેસો આવી રહ્યા હતા જે હવે છેલ્લા 10 દિવસથી કેસોની સંખ્યામાં વધારો થયો છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી કેસોની સંખ્યા 50 થી વધુ આવી રહી છે જેને લઈને પાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે .
એક બાજુ પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ હવે જરૂરી પગલાંઓ પણ લેવામાં આવી રહ્યા છે . જેના ભાગરૂપે બીજી લહેર વખતે શહેરના રિંગ રોડ ખાતે આવેલ ફલાઈ ઓવર બ્રિજ નીચે જે રીતે ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા તે જ રીતે ફરીથી આવા સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે .
સુરત મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે . ત્યારે રિંગ રોડ ઉપર આવેલ મેટ્રો ટાવર તથા મિલેનિયમ અને સુરત ટેક્સટાઇલ માર્કેટોની સામે બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગ માટે ફરીથી ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યા છે . આ સેન્ટરો ઉપર એક ડોક્ટર , એક નર્સ તથા સર્વેલેન્સની ટીમ સહિત સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે .
સેન્ટરો પર તહેનાત સર્વેલેન્સ સ્ટાફ દ્વારા ત્યાંથી આવતા જતા લોકોને કોરોના અંગે સમજાવી ટેસ્ટ કરાવવા માટે આગ્રહ કરવામાં આવી રહ્યો છે . એટલુંજ નહીં એક વાર ફરીથી આ બ્રિજ નીચે ટેસ્ટિંગ સેન્ટરો જોઈ લોકો આશ્ચર્યમાં મુકાય ગયા છે અને કોરોના લઈને ફરીથી ડરનો માહોલ તેમનામાં જોવા મળી રહ્યો છે . જોકે પાલિકા તંત્ર દ્વારા વધુમાં વધુમાં લોકો કોરોનાની ટેસ્ટિંગ કરાવી શકે તે હેતુ સાથે આવા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે .
રસીકરણના અભિયાનમાં 48 હજાર લોકોને ડોઝ અપાયા સુરત મહાનગર પાલિકા દ્વારા રસીકરણમાં બાકી રહેલા શહેરીજનો માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું છે . સુરત શહેરમાં 290 જેટલા રસીકરણ કેન્દ્રો પર વેકસીનેશનની કામગીરી કરવામાં આવી હતી . વેકસીનેટ૨ , સ્ટાફ નર્સ , એ.એન.એમ તેમજ મોબીલાઇઝેશન માટે પ્રાથમિક હેલ્થ વર્કર , સર્વેલન્સ વર્કર , આશા , આંગણવાડી વર્કર અને વેકસીનની એન્ટ્રી માટે ડેટા ઓપરેટર મળી કુલ 2600 થી વધુ સ્ટાફ દ્વારા વેકસીનેશનની કામગીરી કરવામાં આવી છે . આ મહાઅભિયાનમાં કુલ 48.076 લોકોને ૨સીકરણ કરવામાં આવ્યું હતું . જેમાં 10,271 લોકોને પ્રથમ ડોઝ અને 37,805 લોકોને રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો .
આ પણ વાંચો : Surat : કોરોના અને ઓમીક્રોનના કેસો વધતા VNSGU મોટાભાગની પરીક્ષા ઓનલાઇન મોડથી લેશે
આ પણ વાંચો : Surat : જિનોમ સિકવન્સીંગ માટે હજી સરકારની પરવાનગીની રાહ, કોર્પોરેશને ફરી કરી માંગ